Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

દમણ-દીવ કોંગ્રેસમાં ભડકો: પ્રમુખ કેતન પટેલના ભાઈ જીજ્ઞેશ પટેલ ભાજપમાં જોડાતા રાજકારણમાં ગરમાવો

જિજ્ઞેશ પટેલ સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં જોડાયાં

દમણ-દીવ કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે. દમણ-દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતનભાઈ પટેલના ભાઈ જિજ્ઞેશ પટેલ ભાજપમાં જોડાયા છે. દમણમાં આયોજિત ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં જિજ્ઞેશ પટેલે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. જિજ્ઞેશ પટેલ સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં જોડાયાં છે. કોંગ્રેસ પ્રમુખના ભાઈ ભાજપમાં જોડાતા પ્રદેશના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

(9:48 pm IST)