Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

અમદાવાદમાં વકરતો રોગચાળો :મચ્છરનું બ્રિડીંગ મળતા 22 સાઇટો સીલ કરી દેવાઈ

સાત ઝોનમાં 261 કન્સ્ટ્રક્શન સાઇટ ની તપાસ : 90 સાઇટને નોટિસ અને 22 એકમોને સીલ કરી 3,68,500નો દંડ વસૂલાયો

અમદાવાદમાં વકરતા રોગચાળા વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન મેલેરિયા વિભાગ દ્વારા શહેરમાં સાત ઝોનમાં કન્સ્ટ્રક્શન સાઇટનું ચેકીંગ હાથ ધર્યુ હતું.. મચ્છરનું બ્રિડીંગ મળી આવતા 22 સાઇટ સીલ કરી દેવાઈ હતી .
                   એ.એમ.સી હેલ્થ અધિકારી ડૉ. ભાવિન સોલંકીએ અખબારી યાદીમાં જણાવ્યું હતું, કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ હસ્તકના મેલેરિયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વિગેરે કેસોનો અટકાવવા, નિયંત્રણ કરવા તથા ભારત સરકાર દ્વારા વર્ષ 2030 સુધીમાં અને ગુજરાતમાં વર્ષ 2022 સુધી મેલેરિયા મુક્ત ગુજરાત જાહેર કરેલ નિર્ધારના પગલે સ્કૂલ-કોલેજ અને સાઇટમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું..
વધુમાં જણાવ્યુ હતું કે, મેલેરિયા વિભાગ દ્વારા સાત ઝોનમાં 261 કન્સ્ટ્રક્શન સાઇટ ચેક કરવામાં આવી હતી. જેમાં 90 સાઇટને નોટિસ અપાઇ હતી. અને 22 એકમોને સીલ કરી 3,68,500 રૂપિયા જેટલી રકમ દંડ પેટે વસુલ કરી હતી. આ ઉપરાંત પેલેડીયમ મોલ સાઇટ પાસેથી 50 હજાર રૂપિયાનો દંડ, રાજકમલ ઇન્ફાસ્ટ્રક્ચર પ્રા.લિ પાસેથી 30 હજાર રૂપિયાનો દંડ, નિરમા યુનિ. પાસેથી 25 હજાર રૂપિયાના દંડની વસુલાત કરી હતી.
                  ચેક કરેલ યુનિટ્સમાં સાઇટોમાં લીફ્ટના ખાડાઓમાં, સ્ક્રેપ મટીરીયલ્સમાં, ખુલ્લી ટાંકી, ભોંયરામાં, કંપાઉડમાં પડેલ બકૅટ, પક્ષીચાટ, ભંગાર વગેરે જગ્યા પર ચેકીંગ હાથ ધરાયું હતું

(9:56 pm IST)