Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

સુરતના પાંડેસરામાં ચાઈનીઝ લારીમાં કામ કરતા યુવકે આત્મરક્ષા માટે અને માલિક પાસેથી પગાર વસૂલવા પિસ્તોલ રાખી : ધરપકડ

માલિકએ પગાર ના આપ્યો અને માર મારતા યુવકે પિસ્તોલ રાખ્યાનું રટણ કર્યું

સુરત : .સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલા ભેદવાડ ખાતે પે એન્ડ યુઝ ટોયલેટ પાસેથી વિજયરાજ ઉપાધ્યાયને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. આ યુવાન એક ચાઇનીઝ લારી પર કામ કરતો હતો. તેનો માલિકે યુવાનને એક મહિનાનો પગાર આપ્યો ન હતો. આ સાથે તેને માર પણ માર્યો હતો. જેથી યુવાને તેના આત્મરક્ષણ અને પગાર લેવા માટે પોતાની પાસે પિસ્તોલ રાખી હતી.
            આ અંગેની વિગત મુજબ સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલા ભેદવાડ ખાતે પે એન્ડ યુઝ ટોયલેટ પાસેથી વિજયરાજ ઉપાધ્યાયને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 15 હજાર રૂપિયાની હાથ બનાવટની ટ્રીગરવાળી પિસ્તોલ કબ્જે કરી હતી. પોલીસની પૂછપરછમાં વિજયરાજે કબલ્યૂ કે, 'આ પિસ્તોલ તેણે યુપીનાં પરિચિત રઘુ ઠાકોર પાસેથી ખરીદી હતી.' જેના કારણે પોલીસે રઘુ ઠાકોરને વોન્ટેડ જાહેર કર્યો છે.

            આરોપીને પોલીસે આ હથિયાર શેના માટે લાવ્યો હતો તેની પણ પૂછપરછ કરી હતી. તેના જવાબમાં આરોપીએ ચોંકાવનારો જવાબ આપ્યો હતો. આરોપીએ કહ્યું કે, તે એક ચાઇનીઝીની લારી પર કામ કરવા જતો હતો. તેના માલિકે તેને છેલ્લા એક મહિનાનો પગાર આપ્યો ન હતો. તે માંગતો ત્યારે માલિક તેને માર મારતો અને મારી નાંખવાની ધમકી પણ આપતો હતો. જેના કારણે આરોપીએ કહ્યું કે હું, મારા આત્મરક્ષણ માટે સાથે પિસ્તોલ રાખું છું. અને મને તક મળે તો હું પિસ્તોલથી જ માલિક પાસેથી મારો પગાર પણ વસૂલી શકું છું. આ મામલામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હથિયાર આપનારને વોન્ટેડ જાહેર કર્યો છે

(6:24 pm IST)