Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

સુરતના ઉધના રેલવે સ્ટેશન પાસે ગેલેરીનો ભાગ કડડભૂસ:એક બાળક સહીત ત્રણ લોકો ઈજાગ્રસ્ત

શાહ માર્કેટનો ગેલેરીનો ભાગ તૂટીસીધો દુકાનના પતરા ચીરીને નીચે પડ્યો

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉધના ઝીરો નંબર પર આવેલા શાહ માર્કેટનો ગેલેરીનો સ્લેબનો ભાગ તૂટીને સીધો દુકાનન પતરા ચીરેને પડતાં એક બાળક સહિત ત્રણ લોકોને ઈજા પહોંચી હતી.જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે

  શાહ કોમ્પલેક્સમાં સ્લેબ તૂટી તે ઈમારત 35 વર્ષ જૂની છે. બિલ્ડિંગનો સ્બેલ તૂટતા નીચે આવેલી દુકાનોમાંથી પાંચ-છ દુકાનો પર સ્લેબને કાટમાળ પડ્યો હતો. જેમાં એક બાળક સહિત ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. આ તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

ઉપર રહેણાક અને નીચે આશરે 10 જેટલી દુકાનો આવેલી છે. સ્થાનિકોએ કહ્યું કે, પહેલા ડિમોલેશનની નોટિસ આપવામાં આવી હતી. દુર્ઘટના બાદ ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલિક નોટિસ આપીને તમામ દુકાનો ખાલી કરાવી હતી. હાલમાં આ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 

(10:45 pm IST)