Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

કડક આદેશ છતાં રાતભર ફટાકડાઓ ફુટતા જ રહ્યા

તહેવારોના પાંચ દિવસમાં ૯૦ લોકોની ધરપકડ : ગેરકાયદે ફટાકડાનું વેચાણ કરતાં ૭૫થી વધુ લોકો વિરૂદ્ધ ગુનો દાખલ : કેટલાકે ધરપકડ વ્હોરી પણ ફટાકડા ફોડયા

અમદાવાદ, તા.૧૦ : સુપ્રીમ કોર્ટે પ્રદૂષણને લઇ દિવાળીના તહેવાર દરમ્યાન રાતે થી ૧૦ સુધી ફટાકડા ફોડવા માટે આદેશ કર્યા છે છતાં બાળકો, યુવાઓ સહિતના લોકોએ આજે દિવાળી, બેસતુ વર્ષ અને ભાઇબીજના તહેવારોને લઇ બિન્દાસ્ત રીતે મનમૂકીને ફટાકડા ફોડયા હતા. પોલીસ ધરપકડ કરવી હોય તો કરે પણ ફટાકડા તો ફોડીશું માનસિકતા સાથે અમદાવાદ સહિત રાજયભરમાં ફટાકટારસિયાઓએ ખાસ કરીને યંગસ્ટર્સે મનમૂકીને ફટાકડા ફોડયા હતા. તહેવારોના ધનતેરસથી લઇ ભાઇબીજ સુધી તહેવારોના પાંચ દિવસ દરમ્યાન ગેરકાયદે રીતે ફટાકડા ફોડવાને લઇ પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ અને સુપ્રીમકોર્ટના ચુકાદાના ભંગ બદલ શહેર પોલીસે અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ૯૦થી વધુ લોકોની ધરપકડ કરી હતી, જયારે પોલીસે ગેરકાયદે રીતે ફટાકડાનું વેચાણ કરતાં ૭૫થી વધુ લોકો વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની ધરપકડ સહિતની કાર્યવાહીની સપાટા છતાં લોકોએ તો શહેર સહિત રાજયભરમાં બિન્દાસ્ત રીતે ફટાકડા ફોડી દિવાળી, બેસતુ વર્ષ અને ભાઇબીજના તહેવારની મોજ માણી હતી. સુપ્રીમકોર્ટના હુકમ છતાં ધનતેરસની વહેલી પરોઢથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફટાકડા ફુટવાની રૂઆત થઇ ગઇ હતી. ખાસ કરીને વહેલી સવાર અને મોડી સાંજે અને મોડી સાંજ બાદ રાતભર ફટાકડા ફુટતા રહ્યા હતા. ખાસ કરીને સોસાયટીઓ, ફલેટો અને એપાર્ટમેન્ટના પ્રાંગણોમાં તેમ તે વિસ્તારમાં ફટાકડા વધુ ફોડાયા હતા. અગાઉના વર્ષોની સરખામણીએ વખતે પોલીસ અને તંત્રની સુપ્રીમકોર્ટના ચુકાદાના પાલન માટે બાજ નજર હોવાના કારણે જાહેર માર્ગો અને સ્થળોએ ફટાકડા ફોડવાના કિસ્સા ઓછા નોંધાયા હતા.

અત્યારસુધીમાં પોલીસ દ્વારા ગેરકાયદે રીતે ફટાકડા ફોડવા મામલે જે ફરિયાદ કે કાર્યવાહી કરાઇ તેમાં સૌથી વધુ ફરિયાદ અમરાઇવાડી, ઓઢવ બાદ હવે રામોલ સહિતના પૂર્વના વિસ્તારોમાં કરવામાં આવી છે. પૂર્વમાં પોલીસે ૫૦થી વધુ કિસ્સામાં આવી કાર્યવાહી કરી છે, જેની સામે પશ્ચિમમાં વસ્ત્રાપુર, સેટેલાઇટ સહિતના છૂટાછવાયા કિસ્સામાં પોલીસે સમયમર્યાદા બહાર ફટાકડા ફોડનાર લોકો સામે ફરિયાદ સહિતની કાર્યવાહી કરી છે. ધનતેરસથી લઇ ભાઇબીજ સુધીના તહેવારોમાં છેલ્લા પાંચ દિવસ દરમ્યાન ગેરકાયદે રીતે ફટાકડા ફોડી પોલીસના જાહેરનામા અને સુપ્રીમકોર્ટના ચુકાદાના ભંગ બદલ ૯૦થી વધુ લોકોની ધરપકડ કરી હતી. તો બીજીબાજુ, દિવાળીના તહેવારો દરમ્યાન ગેરકાયદે રીતે ફટાકડાનું વેચાણ કરતાં ૭૫થી વધુ લોકો વિરૂધ્ધ પોલીસે રૂરી ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવાર દરમ્યાન ફટાકડા ફોડવાથી પ્રદૂષણ ફેલાય છે, જેના પગલે સુપ્રીમ કોર્ટે રાતે થી ૧૦ સુધી ફટાકડા ફોડવાના આદેશ કર્યા છે. સુપ્રીમના આદેશ છતાં અમદાવાદીઓ મોડી રાત સુધી ફટાકડા ફોડી દિવાળીના તહેવારની ઉજવણી કરી હતી. જાહેરનામા કે સુપ્રીમકોર્ટનો આદેશ લોકોને દિવાળીના ફટાકડા ફોટતા અટકાવી શકયા હતા. લોકોએ મન મૂકીને ફટાકડા ફોડી તહેવારોની ઉજવણી કરી હતી.

(8:49 pm IST)