Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

રાજ્યમાં નવા 4 સફારી પાર્ક બનશે: ગાંધીનગર નજીક સિંહો માટે બનશે અલગ સફારી પાર્ક કેન્દ્ર સરકારની પરવાનગી બાદ કામ શરૂ કરાશે: ગણપત વસાવા

અમદાવાદ: જૂનાગઢ જિલ્લામાં આવેલા સફારી પાર્ક બાદ હવે રાજ્યમાં અલગ- અલગ જિલ્લાઓમાં કુલ ચાર જેટલા નવા સફારી પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા વધે અને નવા ફરવાના સ્થળોનું નિર્માણ થાય તે હેતુથી ગાંધીનગર અને સુરત જેવા શહેરોમાં વાઘ અને દીપડાઓના સફારી પાર્ક બનાવવાનો રાજ્ય સરકારે નક્કી કર્યું છે. જે બાબતે કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરી દેવામાં આવી છે.

વન વિભાગના મંત્રી ગણપત વસાવાએ બાબતે જણાવ્યું હતું કે રાજ્યમાં બીજા અન્ય ચાર સફારી પાર્ક બનાવવામાં આવશે જેમાં ગાંધીનગરની આસપાસ સિંહો માટેનો એક અલગથી સફારી પાર્ક બનાવવામાં આવશે. જ્યારે સુરત ખાતે દીપડા માટેનો સફારી પાર્ક બનાવવામાં આવશે. સફારી પાર્ક બનવાની સાથે અલગ-અલગ વિસ્તારો ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાંથી પણ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આવશે જેથી રાજ્યની આવકમાં પણ વધારો થશે. આમ રાજ્ય સરકાર દ્વારા હવે ફક્ત લીલીઝંડી એટલે કે પરવાનગીની રાહ જોવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવશે ત્યારે તરત ચારેય સફારી પાર્કનું કામકાજ શરૂ કરી દેવામાં આવશે.

 

(1:17 pm IST)