Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

સુરતને સ્માર્ટ સીટી તરફ ઢાળવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી

સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્માર્ટ સિટીની ઝુંબેશ શરૂ કરાઈ છે. ત્યારે સુરત જિલ્લામાં એક મોડલ વિલેજ તૈયાર કરવામાં આવ્યું છે. સુરતથી 50 કિલોમીટર અને હાઈવેથી 15 કિલોમીટર અંતરિયાળ વિસ્તારમાં આવેલ પિપરીયા ગામને સરકારની વિવિધ યોજનાઓથી આદર્શ ગામ તૈયાર કરવામાં આવ્યુંછે. જેમાં શહેરને ટક્કર મારે તેવી એકથી એક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

હાઈ વેથી 15 કિલોમીટર અંતરિયાળ વિસ્તારમાં આવેલા પિપરીયા ગામમાં શાળા, પાકા રસ્તા, પેવર બ્લોક, રોજગારીની સુવિધા, દરેક ઘરમાં શૌચાલય, શુદ્ધ પિવાનું પાણી, સાતત્યપૂર્વણ વિજ પુરવઠો, ટેલિફોન ઈન્ટરનેટની સુવિધા, સોલીડ અને લીક્વીડ કચરાના નીકાલ માટે અલાયદી સુવિધા, દરેક ઘરમાં બેંક એકાઉન્ટ ખાતું છે. સાથે જ રોજગારીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

(1:15 pm IST)