Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

અમદાવાદ પહેલા કર્ણાવતી તરીકે ઓળખાતું એ બાબત કાલ્પનિક છે :વર્લ્ડ હેરીટેઝમાં સમાવેશ બાદ નામ બદલાશે તો મુશ્કેલી સર્જાશે

કર્ણાવતી જેવી કોઇ નગરી હતી જ નહીં. ઇતિહાસવિદ્દ મકરંદ મહેતાની સ્પષ્ટ વાત

 

અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાનો મુદ્દો ફરી ગરમાયો છે. ગુજરાત સરકાર મામલે સકારાત્મક વલણ દાખવી રહી છે.ત્યારે સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા ઇતિહાસવિદ્દ મકરંદ મહેતાએ જણાવ્યું હતું કે કર્ણાવતી જેવી કોઇ નગરી હતી નહીં અમદાવાદ પહેલા કર્ણાવતી તરીકે ઓળખાતું તે કાલ્પનિક બાબત છે.અને તે અંગે કોઇ આધારભૂત પૂરાવાઓ મળતા નથી તેમ મકરંદ મહેતાએ જણાવ્યું હતું.

   તેમણે જણાવ્યું કે અમદાવાદનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સિટીમાં કરાયો છે. ત્યારે જો હવે તેનું નામ બદલવામાં આવે તો મુશ્કેલી સર્જાઇ શકે છે. વળી શહેરનું નામ બદલવું હોય તો પહેલા શહેરીજનોના મંતવ્યો લેવા જોઇએ. અત્યાર સુધી ભાજપ દ્વારા અમદાવાદનું નામ બદલવા કોઇ કામગીરી નથી કરાઇ. પરંતુ જો સરકાર ધારશે તો કોઇ પણ રીતે નામ બદલીને રહેશે.

(11:48 am IST)