Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

વિરમગામ પંથકમાં અતિવૃષ્ટિના કારણે ત્રણ - ત્રણ વખત વાવણી છતાં પાક નિષ્ફળ: સહાયની માંગણી

એરંડા, કપાસ, જુવાર, બાજરી, તલ, અને ડાંગર સહિતના પાક નિષ્ફળ

અમદાવાદના વિરમગામ પંથકમાં અતિવૃષ્ટિના કારણે ત્રણ-ત્રણ વાર વાવણી કરવા છતાં પાક નિષ્ફળ ગયો છે. જેથી જગતના તાતના માથે આભ ફાટ્યું. ખેડૂતો હવે નિરાધાર બનીને સરકાર પાસે તુંરત સહાયની માગ કરી રહ્યા છે.

  વિરમગામ, માંડલ, દેત્રોજ, અને નળકાંઠા પંથકમાં સતત વરસાદ પડ્યો છે. જેથી એરંડા, કપાસ, જુવાર, બાજરી, તલ, અને ડાંગર સહિતના પાક નિષ્ફળ ગયા છે. ખેડૂતોએ પાક વીમો પણ લીધો છે. પરંતુ ખેડૂતોનો આરોપ છે કે, વીમા કંપનીઓ દ્વારા મુશ્કેલીના સમયમાં હાથ ઊંચા કરી દેવામાં આવ્યા. જેથી ખેડૂતોની હાલાકીમાં વધારો થયો છે. હવે ખેડૂતો રાજ્ય સરકાર પાસે મદદની માગ કરી રહ્યા છે.

(2:01 pm IST)