Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

વડોદરામાં બોગસ પાસપોર્ટનું કૌભાંડ પકડાયુ : ૮ની ધરપકડ

વડોદરા એસઓજીનો સપાટો : ૫ાંચ પાસપોર્ટ જપ્ત : પકડાયેલાઓમાં બે અમદાવાદના, પાંચ મહેસાણાના અને એક ગાંધીનગરનો હોવાનો ખુલાસો : તપાસનો દોર જારી

અમદાવાદ, તા.૯ : વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાંથી સ્થાનિક એસઓજી પોલીસે બોગસ પાસપોર્ટ કૌભાંડનો પર્દાફાશ કરતાં ભારે ચકચાર મચી ગઇ છે. પોલીસે ભારતના ૧૭ પાસપોર્ટ અને સ્પેનના ૫ાંચ બોગસ પાસપોર્ટ સાથે કુલ આઠ આરોપીઓની ધરપકડ કરી હતી અને તેઓની પાસેથી બોગસ પાસપોર્ટ સહિતના મુદ્દામાલ જપ્ત કરી સમગ્ર કૌભાંડ મામલે વધુ તપાસ જારી રાખી છે. આ સમગ્ર કૌભાંડમાં હજુ વધુ ધરપકડો થવાનો સંકેત પણ પોલીસે આપ્યો હતો. પકડાયેલા આઠ આરોપીઓમાં બે અમદાવાદના, પાંચ મહેસાણાના અને એક ગાંધીનગરનો હોવાની વિગતો સામે આવી છે. વડોદરા એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, સયાજીગંજ વિસ્તારમાં આવેલી રાજશ્રી ટોકીઝ સામેના ગેલોર્ડ ટી પોઇન્ટ પાસે આઠ ઇસમો ભેગા થઇને શંકાસ્પદ હિલચાલ કરી રહ્યા છે, જેના આધારે વોચ ગોઠવીને પોલીસે તમામ આઠેય ઇસમોને પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી એક કાળા કલરની બેગ મળી આવી હતી.

            બેગ ખોલીને ચેક કરતા ૧૭ ભારતીય પાસપોર્ટ, સ્પેનના ૫ાંચ બોગસ પાસપોર્ટ મળી આવ્યા હતા. સ્પેનના પાસપોર્ટ ડુપ્લીકેટ હોવાનું ખુલ્યું હતું. સ્પેનના બોગસ પાસપોર્ટ બેંગ્લોરથી લાવવામાં આવ્યા હતા અને ભારતીય પાસપોર્ટ આરોપીઓ અને તેમના પરિવારજનોના હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં એવી ચોંકાવનારી હકીકત પણ સામે આવી હતી કે,  આ કેસના બે મુખ્ય આરોપી દેવેન અને કિર્તિનો વિસનગરમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ છે. આ ઉપરાંત દેવેન અને કિર્તીએ નિલેશ પંડ્યા નામના આરોપીને લોકોને વિદેશ મોકલવાનું કામ સોંપ્યું હતું. પકડાયેલા આરોપીઓનું પહેલાં તો ઇસ્ટોનિયા દેશમાં જવાનું પ્લાનીંગ હતું અને ત્યાંથી તેઓનું સ્પેન જવાનુ પ્લાનીંગ હતું. પોલીસ દ્વારા હવે જપ્ત કરેલા પાસપોર્ટ અંગે સ્પેન એમ્બેસીમાંથી પણ ખરાઇ કરવામાં આવશે. આરોપી નિલેશ હસમુખભાઇ પંડ્યા સામે આ અગાઉ પણ અમદાવાદ શહેરના બેથી ત્રણ પોલીસ સ્ટેશનમાં બોગસ રીતે વિદેશ મોકલવાના અને વિઝા અને પાસપોર્ટને લગતા ગુના નોંધાયેલા છે. પોલીસે ભારતના ૧૭ પાસપોર્ટ અને સ્પેન ૫ાંચ બોગસ પાસપોર્ટ મળીને ૨૨ પાસપોર્ટ જપ્ત કર્યાં છે. આ ઉપરાંત હિતેષભાઇ ભરતભાઇ પટેલના નામનું રિપબ્લિક ઓફ ઇસ્ટોનિયાનુ ઓળખ પત્ર મળ જપ્ત કર્યું છે. આ કૌભાંડમાં હજુ વધુ ધરપકડો થશે તે નક્કી છે.

આરોપીમાં કોણ કોણ

*       દેવેન વિષ્ણુભાઇ નાયક( રહે,૩૦ર, પિરામીડ એપાર્ટમેન્ટ, જુના રોડ બજાર કાંકરીયા રોડ, કાંકરીયા, અમદાવાદ)

*       કિર્તિકુમાર વેલજીભાઇ ચૌધરી (રહે, રંગાકુઇ ગામ. તા.વિસનગર જી.મહેસાણા)

*       નિલેશ હસમુખભાઇ પંડયા (રહે.ડી/૩૦૪,રુદ્રાક્ષ એપાર્ટમેન્ટ, ડીમાર્ટ રોડ, નરોડા નિકોલ, અમદાવાદ)

*       હિતેષભાઇ ભરતભાઇ પટેલ (રહે, ગાયત્રીનગર સોસાયટી.,માંકણેજ તા.જી.મહેસાણા)

*       રાકેશકુમાર નારાયણભાઇ પ્રજાપતિ (રહે, નંદાલીગામ તા.ખેરાલુ જી.મહેસાણા)

*       પ્રિયાંક નરેન્દ્રભાઇ પટેલ (રહે, ભાવસોર ગામ તા.વિજાપુર જી.મહેસાણા)

*       પાર્થ દશરથભાઇ પટેલ (રહે, ગાયત્રીનગર, માંકણજ ગામ તા.જોટાણા જી.મહેસાણા)

*       અલ્પેશકુમાર જયંતિભાઇ પટેલ (રહે, વિહાર તા.માણસા જી.ગાંધીનગર)

(9:05 pm IST)
  • પાકિસ્તાને ગ્વાદર ક્ષેત્રમાં ચીની કંપનીઓને 23 વર્ષ માટે ઈન્ક્મટેક્સમાં આપી છૂટ : પાકિસ્તાને રણનીતિક ગ્વાદર બંદરગાહ અને તેના મુકતક્ષેત્રમાં કાર્યરત ચીનની કંપનીઓને આવકવેરા મુકત કરવા નિર્ણંય કર્યો access_time 1:07 am IST

  • મોડીરાત્રે રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના : 150 ફૂટ રિંગરોડ પર કાર ચાલકએ ત્રણ કાર સાથે બાળકીને અડફેટે લીધી : કાર ચાલાક અકસમાત સર્જીને ફરાર : વધુ વિગતો મેળવાઈ રહી છે access_time 1:02 am IST

  • સુરત મજુરાના ધારાસભ્ય હરસંઘવીની આંતરરાષ્ટ્રીય સમિતિમાં નિમણુંક : વિદેશી સંબંધો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર બાબતની આઈસીડબલ્યુએ સમિતિના સભ્યપદે થઈ નિમણુંક access_time 6:16 pm IST