Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

રાહુલ ગાંધી કાલે ગુજરાત પહોંચશે : કોર્ટમાં સુનાવણી

બધાં જ ચોરોના ઉપનામ નરેન્દ્ર મોદી કેમ છે બોલ્યા હતા : રાહુલ ગાંધી સુરતના કેસ માટે આજે પહોંચશે : અમદાવાદમાં ૧૧મી ઓક્ટોબરે કોર્ટમાં હાજરી આપે તેવી શક્યતા છે

અમદાવાદ,તા.૯ : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. બે જુદા જુદા કેસમાં તે પહેલા તા.૧૦ ઓક્ટોબરે સુરતની કોર્ટમાં હાજરી આપશે. જ્યારે બીજા દિવસે અમદાવાદમાં તા.૧૧મીએ કોર્ટમાં હાજરી આપશે. ગત લોકસભા ઇલેકશનનાં પ્રચારમાં કર્ણાટકની એક રેલીમાં બધાં જ ચોરોના ઉપનામ મોદી કેમ એવી ટિપ્પણી કરનાર રાહુલ ગાંધી સામે છેક સુરતની કોર્ટમાં સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કરેલી ખાનગી ફોજદારી ફરિયાદ મામલે આવતીકાલે ૧૦મી ઓકટોબરની મુદત છે. કોંગ્રેસી અને કોર્ટ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ મુદતે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહે તેવી શકયતા છે. રાહુલ ગાંધીની બે દિવસની ગુજરાતની મુલાકાતને લઇ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ તેમના સ્વાગત અને ચર્ચાપાત્ર ઔપચારિક મુદ્દાઓની તૈયારી કરી રાખી છે. રાહુલ ગાંધી આગામી ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓ મુદ્દે પણ સ્થાનિક નેતાગીરી સાથે ચર્ચા કરે તેવી પૂરી શકયતા છે.

           ઉલ્લેખનીય છે કે, બેંગ્લોરથી ૧૦૦ કિમી દુર તા. ૧૩મી એપ્રિલ, ૨૦૧૯ના રોજ રેલીમાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ એક રીતે પીએમ નરેન્દ્ર મોદીની સરખામણી નીરવ મોદી, મેહુલ ચોકસી, લલીત મોદી અને વિજય માલ્યા સાથે કરી હતી. રાહુલે જનમેદનીને પૂછયું હતુ કે, બધાં જ ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે? ઉપરાંત રાફેલ સોદા મામલે નરેન્દ્ર મોદીએ રૂ.૩૦ હજાર કરોડનોે પોતાના દોસ્ત અનીલ અંબાણીને આપ્યા છે. આ ટિપ્પણી મામલે સુરત કોર્ટમાં પૂર્ણેશ મોદીએ ફરિયાદ કરી હતી. આવતીકાલે આ કેસમાં સુરત કોર્ટમાં રાહુલ ગાંધી હાજરી આપશે. તો, બીજીબાજુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને હત્યા કેસના આરોપી કહેવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ અમદાવાદની ઘીકાંટા સ્થિત મેટ્રો કોર્ટમાં બદનક્ષીનો કેસ દાખલ થયો હતો. જેની મુદ્દત તા.૧૧ ઓક્ટોબરે હોવાથી રાહુલ ગાંધી અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજરી પણ આપશે. આજે કેટલાંક કોંગ્રેસ અગ્રણીઓએ કોર્ટ સંકુલની મુલાકાત પણ લીધી હતી અને મુલાકાત દરમ્યાન યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે એ માટેનું પ્લાનીંગ હાથ ધર્યું હતુ. શહેર કોંગ્રેસ અગ્રણી કદીર પીરઝાદાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી એરપોર્ટથી સીધા કોર્ટ આવશે અને ત્યાંથી સર્કિટ હાઉસ જશે, બાદમાં એરપોર્ટથી દિલ્હીની ઉડાન ભરશે.

(9:01 pm IST)
  • અમરેલીના સરોવડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ access_time 3:51 pm IST

  • ઈજાગ્રસ્ત ઝિંગન બાંગ્લાદેશ વિશ્વકપ ક્વાલિફાયર મેચથી બહાર :ભારતીય ફૂટબોલ ટીમના ડિફેન્ડર સંદદેશ ઝિંગન ઇજા થવાના કારણે 15મી ઓક્ટોબરથી બાંગ્લાદેશ વિરુદ્ધ ફિફા વિશ્વકપ ક્વાલિફાયર મુકાબલાથી બહાર થયો : ઝિંગનને નોર્થઇસ્ટ યુનાઇટેડ એફસીના વિરુદ્ધ રમાયેલ મૈત્રી મેચમાં ઇજા થઇ હતી access_time 1:22 am IST

  • રાજકોટ જિલ્લા પંચાયતની અવિશ્વાસ દરખાસ્ત સામેની રીટની હાઇકોર્ટમાં સુનાવણીઃ બપોર પછી કેસમાં પ્રગતિ થવાની સંભાવના access_time 3:52 pm IST