Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

મોડાસામાં તસ્કરોનો તરખાટ: મકાનને નિશાન બનાવી લાખ રૂપિયાની તફડંચી કરી ગઠિયા છુમંતર

મોડાસા: નગરના રહેણાંકથી ભરચક એવા જૈન દેરાસર પરબડી વિસ્તારમાં ઉતરી આવેલા તસ્કરોએ બે મજલાના એક મકાનને નીશાન બનાવી નકુચા કાપી ઘરમાં પ્રવેશી રૃ.લાખ ની મત્તા ચોરી લેતાં જ ચકચાર મચી હતી.આ ઘરના પરીવારજનો પ્રથમ મજલે મીઠ્ઠી નીંદર માણી રહયા હતા.ત્યારે જ તસ્કરોએ તીજોરી તોડી સોનાના દાગીના,લેપટોપ,મોબાઈલ,એટીએમ કાર્ડ સહિતની રોકડ તફડાવી લીધી હતી.સતત ધમધમતા આ વિસ્તારમાં તસ્કરીની ઘટનાથી રહીશો ફફડી ઉઠયા હતા.

 નગરના જૈન દેરાસર સામે આવેલ બે મજલાવાળા મકાનમાં જયેશભાઈ તેમના પરીવાર સાથે વરસાટ કરી રહયા છે.ગત સોમવાર ની રાત્રે જયેશભાઈ અને તેમના પત્નિ પ્રથમ મજલે મીઠ્ઠી નીંદર માણી રહયા હતા.અને તેમનો દીકરો ઘર ના દરવાજાને બહારથી તાળુ મારી નવરાત્રી જોવા ગયો હતો.ત્યારે આ બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.બંધ દરવાજાનો નકૂચો કાપી ઘરમાં પ્રવેશેલા તસ્કરો દ્વારા તીજોરી તોડી લોકરમાંથી સોનાના દાગીના સહિત રૃ.80 હજારની રોકડ તેમજ લેપટોપ,મોબાઈલ,એટીએમ કાર્ડ મળી રૃપિયા એક લાખથી વધુની મત્તા ચોરી લેવાઈ હતી.જયારે ચોરી કરવા આવેલા આ તસ્કરો પોતાનો પટ્ટો(બેલ્ટ)ઘરમાં છોડી ગયા હતા.

(5:53 pm IST)