Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

અમદાવાદમાં ખાસ ટ્રાફિક ડ્રાઈવઃ હિમાલયા મોલ નજીક પોલીસ અને સ્થાનિકો વચ્ચે સર્જાયો વિવાદ

વાહનો ટોઇંગ કરવામાં પોલીસના વાહનોએ અડ્યા પણ નહીં : વ્હલા દવલાની નીતિનો આરોપ

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે ડ્રાઇવ શરૂ કરી છે. જેમાં હિમાલયા મોલ પાસે પોલીસ અને સ્થાનિકો વચ્ચે વિવાદ થયો. સ્થાનિકોનો આક્ષેપ છે કે, જેના પાર્કિંગ ઝોનમાંથી પોલીસે વાહનો ટોઇંગ કર્યાં ત્યાં પોલીસના ત્રણ બાઇકો પણ પડ્યા હતા. છતાં પોલીસે તેમને છાવર્યા અને તે બાઇકો ટોઇંગના કર્યાં. સ્થાનિકોનો આક્ષેપ છે કે, પોલીસ આ મુદ્દે વહાલા દહાલાની નીતિ અપનાવી રહી છે. અને તેથી જ પોલીસના વાહનો ટોઇંગ નથી કરી રહ્યા.

(2:18 pm IST)