Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

GMDC ગ્રાઉન્ડમાં રાજયકક્ષાના નવરાત્રિ મહોત્સવનો આજથી પ્રારંભ

અમદાવાદ ખાતે પ્રવાસન નિગમ દ્વારા : હસ્તકલા અને પરંપરાગત વસ્તુઓના સ્ટોલ, બાળકો માટે બાળનગરીઃ રાત્રે ૧૧.૪પ વાગ્યે મહાઆરતી

અમદાવાદ તા. ૧૦ :.. સરકારનાં પ્રવાસન નિગમ દ્વારા અમદાવાદનાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આજથી રાજયકક્ષાનો નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થશે. ૧૦ મીથી ૧૮ ઓકટોબર સુધી વિશ્વના સૌથી લાંબા ચાલનારા આ નૃત્ય મહોત્સવનું ઉદઘાટન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કરશે. આ વર્ષે સરકારના એક ભારત, શ્રેષ્ઠ ભારત, મિશન હેઠળ છતીસગઢથી ૧૮ કલાકારો આવ્યા છે જે સાંસ્કૃતિક કલાઓને રજૂ કરશે. ઉપરાંત ર૦૦થી વધુ કલાકારો ગુજરાતભરનું સાંસ્કૃતિક પરફોર્મન્સ રજૂ કરશે. રોજ રાત્રે ૯ વાગ્યાથી મધ્યરાત્રી સુધી શેરી ગરબા યોજાશે. થીમ પેલેલિયનમાં  વિવિધ આકર્ષણો પ્રદર્શીત કરાયા છે. તેમજ છત્તીસગઢ તરફથી ક્રાફટ સ્ટોલસ અને સ્ટોલની વ્યવસ્થા પણ કરાઇ છે. કુલ ૭પ જેટલા ક્રાફટ સ્ટોલ્સ છે. જે ગુજરાતની વિવિધ હસ્તકલા અને પરંપરાગત ચીજોનું નિરૂપણ કરશે જયારે ફુડકોર્ટમાં ર૬ જેટલા વિવિધ સ્ટોલ રહેશે જેમાં ગુજરાતના દરેક જિલ્લાઓની ખાદ્ય ચીજોને માણવાનો અનેરો લહાવો મળશે. જયારે બાળકો માટે બાલનગરીનું નિર્માણ કરાયું છે. એડવેન્ચર એકિટવિટી જેવી કે આર્ટિફીશીયલ રોક કલાઇબીંગ, રોકેટ પેરાશૂટ, બંજી રૂમ્પોલીંગ, બંજી ઇન્જેકશન વગેરે બાળકોને મનોરંજન પુરૂ પાડશે. રોજ રાત્રે ૧૧.૪પ વાગ્યે મહાઆરતી કરાશે.

(3:51 pm IST)