Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

સુરતમાં રાત્રે ભારે પવન સાથે વરસાદઃ નવરાત્રી આયોજકોમાં દોડધામ

રાજકોટ તા. ૧૦ : અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે વાવાઝોડાની ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે. આ વાવાઝોડની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. સુરતમાં મંગળવારે મોડી સાંજે કાપોદ્રા,સરથાણા વિસ્તારમાં ધમાકેદાર વરસાદ પડ્યો હતો. કામરેજ, સરથાણા, વરાછા વિસ્તારમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સાંજ પડતા ભારે પવન ફૂંકાયો અને ધમાકેદાર વરસાદનું આગમન થયું. વરસાદ પડતા નવરાત્રીના આયોજકો ચિંતામાં મૂકાય ગયા છે. મોડી રાત્રીના વરસાદ પડતા આયોજકોમાં દોડધામ મચી ગયેલ.

(3:51 pm IST)