Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ઘરડા પેરન્ટ્સને ભરણપોષણની રકમ નહીં ચૂકવનારા અમદાવાદીને કોર્ટે ૧૫૪૫ દિવસની કેદની સજા ફરમાવી

અમદાવાદ તા.૧૦: ઘરડા પેરન્ટ્સને ભરણપોષણની રકમ નહી ચૂકવવા બદલ અમદાવાદની ફેમિલી કોર્ટે સફાઇ-કામદાર કાન્તિ સોલંકીને ૧૫૪૫ દિવસની કેદની સજાનો આદેશ આપ્યો છે. ૪૫ વર્ષના કાન્તિભાઇ ૬૯ વર્ષના ફાધર અને ૬૮ વર્ષના મધરની સાથે રહે છે. ૨૦૧૩માં બન્નેને દર મહિને ભરણપોષણની રકમ આપવાનો કોર્ટે આદેશ આપ્યો હતો. એ આદેશનો અમલ નહીં કરવા બદલ કાન્તિભાઇને ચાર વર્ષ ત્રણ મહિનાના જેલવાસની સજાનું ફરમાન ફેમિલી કોર્ટે કયંર્ુ હતું.

ફેમિલી કોર્ટે કાન્તિભાઇને તેમની મધરને ૨૪ મહિના સુધી દર મહિને ૯૦૦ રૂપિયા નહીં ચૂકવવા બદલ ૭૩૫ દિવસની કેદ અને ૩૦ મહિના સુધી ફાધરને ૯૦૦ રૂપિયા નહીં ચૂકવવા બદલ ૮૧૦ દિવસ કેદની સજાનો આદેશ આપવામાં આવ્યો છે. ભરણપોષણની રકમ માટે પુત્ર અને પુત્રવધુ સાથે ઘણા લાંબા વખત સુધી રકઝક કર્યા પછી ઘરડા પેરન્ટ્સે કોર્ટની મદદ લીધી હતી. ૨૦૧૩માં કોર્ટે તેમના બીજા દિકરા (કાન્તિભાઇના ભાઇ) ડાહ્યાભાઇને પણ દર મહિને મધર અને ફાધરને ૯૦૦-૯૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ડાહ્યાભાઇ નિયમિત રીતે ભરણપોષણની એ રકમ પેરન્ટ્સને આપતા હતા, પરંતુ કાન્ભિાઇએ થોડા મહિના ભરણપોષણ આપ્યા પછી એ રકમ ચૂકવવાનું બંધ કર્યું હતું.

(3:44 pm IST)