Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

વડોદરા-સુરત સુધી પહોંચી સાબરકાંઠા મામલાની આગ : યુપી-બિહારના લોકોની હિજરત ચાલુ

વડોદરામાં હિન્દી ભાષીઓથી ભરેલી ટ્રેન ઉપર હુમલો : ૬ ડબ્બાઓમાં તોડફોડ

નવી દિલ્હી, તા. ૧૦ :  ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર હુમલા અટકાવાનું નામ નથી લેતા ભલે રાજયના મુખ્યમંત્રી રૂપાણીએ દાવો કર્યો હોય કોઇ ઘટના નથી થતી પણ ગઇકાલે જ સુરત અને વડોદરામાં હિંસાના મામલા સામે આવ્યા હતા.

ગઇકાલે વડોદરામાં હિન્દી ભાષાી લોકોથી ભરેલી ટ્રેન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ટ્રેનના ૬ ડબ્બાઓમાં જોરદાર તોડફોડ કરવામાં આવી હતી. ગુજરાતમાં યુપી અને બિહારના લોકોમાં આવા હુમલાનો ખોફ એટલો છે કે તેઓ રાજયમાંથી પલાયન થવા મજદૂર છે. વડોદરાના મામલામાં રપ લોકોની ધરપકડ થઇ છે.

ગઇકાલે જ સુરત, અમદાવાદ સહિત અનેક ઔદ્યોગિક ક્ષેત્રોમાંથી લોકો ભાગી રહ્યા છે જો કે પોલીસ આપણી ઘટનાઓ સામે કાર્યવાહી કરી રહી છે. પોલીસે ૬ વાહનો જપ્ત કર્યા છે અને ૧ વ્યકિતની અટકાયત કરી છે.

જે લોકો ગુજરાત છોડી પરત પોતાના વતન જઇ રહ્યાં છે તેમની પાસે હવે કોઇ નોકરી નથી. તેઓ ઉતાવળમાં પગાર પણ લીધા વગર ભાગ્યા છે. યુપી-બિહારના લોકો ગુજરાત થોડી જઇ રહ્યા છે તેનાથી ગુજરાતના વેપાર-ધંધાને પણ અસર પહોંચી છે.

અત્યાર સુધીમાં આ પ્રકારની ૬૮ એફઆઇઆર નોંધાઇ છે અને પ૦૦ થી વધુની ધરપકડ થઇ છે જેમ જેમ મામલા સામે આવી રહ્યા છે તેમ તેમ રાજનીતિ પણ શરૂ થઇ છે. કોંગ્રેસ સહિતના વિપક્ષો પીએમ મોદીને આડે હાથ લઇ રહ્યા છે તો ભાજપે અલ્પેશ ઠાકોરના બહાને કોંગ્રેસની ઝાટકણી કાઢી છે. (૯.ર)

(11:54 am IST)