Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

સ્થાનિક ચૂંટણીમાં ૪૭ પૈકી ૨૭માં ભાજપ જીતી

કોંગ્રેસે ૧૨ બેઠકો ગુમાવી

અમદાવાદ,તા.૯: ભાજપા પ્રદેશ મીડિયા સેલની અખબારી યાદી જણાવે છે કે, આજરોજ જાહેર થયેલા સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીના ૫૦ બેઠકોના પરિણામોમાં ભાજપ ૪૭ બેઠકો પર ચૂંટણી લડ્યું હતું, જેમાં ૨૭ બેઠકો પર વિજય મેળવ્યો હતો. જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની પેટા ચૂંટણીમાં અગાઉ ભાજપ પાસે ૧૪ બેઠકો હતી તેમાં વધુ ૧૩ બેઠકોનો ઉમેરો થતા ૨૭ બેઠકો પર ભગવો લહેરાયો છે. જયારે કોંગ્રેસ પાસે ૩૨ બેઠકો હતી જેમાંથી ૧૨ ભાજપે છીનવી હતી અને એક અપક્ષની બેઠક ભાજપે મેળવી હતી.

(10:25 pm IST)