Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

TATનું પેપર લીક:પાડાના વાંકે પખાલીને ડામ: તમામ ઉમેદવારો માટે ફરીવાર યોજાશે પરીક્ષા

વોટ્સએપમાં પેપર ફૂટ્યા બાદ પોલીસ ફરિયાદ :વ્યાપક હિતને ધ્યાનમાં રાખી પરીક્ષા કેન્સલ કરાઈ

 

અમદાવાદ :રાજ્યમાં બે મહિના પહેલા યોજાયેલી ટાટની પરીક્ષા ફરી યોજવાની રાજ્ય પરીક્ષા બોર્ડે જાહેરાત કરી છે.માધ્યમિક શાળાના શિક્ષક બનવા માટે જરૂરી ટાટની પરીક્ષાનું પેપર અરવલ્લીમાંથી વ્હોટ્સએપમાંથી ફૂટ્યાની ફરિયાદ બાદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારે સાચા ઉમેદવારોને અન્યાય થાય તે માટે રાજ્ય પરીક્ષા વિભાગે ટાટની ફરી પરીક્ષા યોજવા નિર્ણંય કર્યો છે .

 

   રાજ્ય પરીક્ષા વિભાગે ગાંધીનગર દ્વારા તારીખ 29/07/2018ના રોજ રાજ્યની તમામ મહાનગરપાલિકાના મુખ્ય મથકો ખાતે ટાટની પરીક્ષાનું આયોજન કર્યું હતું  પરીક્ષામાં ગેરરીતિ થયા બાબતે મળેલી રજૂઆતોની તપાસ પોલીસ વિભાગને સોંપવામાં આવી હતી. બાબતે પોલીસ તપાસ રિપોર્ટમાં હકીકતોને ધ્યાને લઇને શિક્ષણ વિભાગ દ્વારા ફરી પરીક્ષા યોજવાની મંજૂરી મળી છે કે સાચા અને મહેનતુ ઉમેદવારોના વ્યાપક હિતને ધ્યાનમાં લઇ ગુજરાતી માધ્યમના બધા વિષયોની પરીક્ષા રદ્દ કરવામાં આવેલ

   હવે પરીક્ષા માટે ગુજરાત માધ્યમના બધા વિષયોમાં નોંધાયેલા તમામ ઉમેદવારો માટે ફરી ફી લીધા વગર આગામી ડિસેમ્બર/જાન્યુઆરી મહિનામાં ફરી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

(12:29 am IST)