Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

સુરતમાં પોલીસ સ્ટેશનની બહાર જ પતિએ ત્રણ વખત તલાક બોલીને તેની પત્નીને તલાક આપ્યા

અમરોલી પોલીસે સામાન્ય કલમો હેઠળ ફરિયાદ નોંધી હોવાનો મહિલાનો આરોપ

સુરત :કેન્દ્ર સરકાર દ્વારા ત્રિપલ તલાકનો કાયદો અમલમાં લાવી દીધો છે. આ કાયદો અમલમાં આવ્યા બાદ પણ ઘણા કેસો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં પોલીસ સ્ટેશનની બહાર જ પતિએ તેની પત્નીને તલાક આપી દીધી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આ અંગે પીડિતાએ જણાવ્યું છે કે, તેના પતિએ પોલીસ સ્ટેશનની બહાર જ ત્રણ વખત તલાક બોલીને તેની પત્નીને તલાક આપી દીધા હતી. આ અંગે પીડિત પત્નીએ આરોપ લગાવ્યો છે કે, અમરોલી પોલીસ સાથે તેના પતિને સારા સબંધો હોવાથી તેની ફરિયાદ લેવામાં નથી આવી રહી. મહિલાનો આરોપ છે કે, મુસ્લિમ મહિલાઓની સુરક્ષા માટે નવો કાયદો બન્યો હોવા છતાં અમરોલી પોલીસે સામાન્ય કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. આખરે કંટાળેલી મહિલાએ સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચીને અરજી આપી છે.

ટ્રિપલ તલાકના વિરુદ્ધ કડક કાયદો બનવા છતાં પણ મુસ્લિમ મહિલાઓ પર જુલમ ઓછા નથી થઈ રહ્યાં. હજુ પણ પુરુષો ટ્રિપલ તલાકના કાયદાને ઠેંગો બતાવવાનું કામ કરી રહ્યાં છે અને શરિયતના આધારે ત્રણ વખત તલાક-તલાક-તલાક બોલીને પત્ની સાથેના જીવનભરના સબંધનો પળભરમાં અંત લાવી દે છે

(6:40 pm IST)