Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

પાલનપુર તથા વડગામ પંથકમાં વહેલી સવારથી વરસાદ શરૂ

ધીમીધારે વરસાદ શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ : પાક માટે કાચા સોના સમાન સાબિત થશે

બનાસકાંઠાના પાલનપુર તથા વડગામ પંથકમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. ગુરૂવારે દિવસ દરમિયાન ધીમીધારે વરસાદ વરસ્યા બાદ સાંજ થતા વિરામ લીધો હતો. ત્યારે આજે વહેલી સવારથી ફરી ધીમીધારે વરસાદ શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ છે. ખેડૂતોના પાક માટે આ વરસાદ કાચા સોના સમાન સાબિત થશે

(11:17 am IST)