Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

માતર તાલુકા નજીક રાત્રીના સમયે પોલીસે પુરપાટ ઝડપે જતા ટેમ્પાને અટકાવી પાંચ ભેંસોને કતલખાને લઇ જતી બચાવી લીધી

માતર :તાલુકાના રઘવાણજ-ઉંઢેલા રોડ પરથી ગતરોજ રાત્રીના સમયે પૂરપાટ ઝડપે પસાર થતી ટાટા ટેમ્પીના ચાલકે માર્ગ પરથી પસાર થતાં એક ટ્રેક્ટર સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત બાદ ઘટનાસ્થળે આવી પહોંચેલ પોલીસે ટેમ્પીમાં તલાશી લેતાં તેમાં ક્રુરતાપુર્વક બાંધેલી હાલતમાં પાંચ ભેંસો કે જેની કિંમત એક લાખ રૂપિયાની થવા જાય છે તે મળી આવી હતી.

આ બનાવ અંગે ટ્રેક્ટર ચાલકે ઈમરાન પઠાણે માતર પોલીસ મથકમાં ટેમ્પીના ચાલક અનવરહુસેન સૈયદ અને દારૂન કુરેશી (બંને રહે અમદાવાદ) સામે ફરિયાદ આપતાં પોલીસે બંને સામે પશુ ક્રુરતા અધિનિયમ નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:08 pm IST)