Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

કપડવંજ: પરિણીતાએ બે પુત્રીને જન્મ આપતા સાસરિયાંઓ ત્રાસ: કંટાળેલ પરિણીતાએ એસિડ ગટગટાવી મોતને વ્હાલું કર્યું: બે પુત્રીઓએ માતાની છત્રછાયા ગુમાવી

કપડવંજ: શહેરમાં સાસરીયાઓએ પરિણીતાને ઉપરાછાપરી બે પુત્રીઓ જન્મતા તુ તો પુત્રીઓને જ જન્મ આપે છે. કહી ત્રાસ શરૂ કર્યો હતો. અને સાથે સાથે દહેજની માંગણી પણ કરતાં હોઈ આ ત્રાસથી કંટાળેલી પરિણીતાએ પોતાની સાસરીમાં એસિડ ગટગટાવી દીધુ હતું. જેથી તેણીને સારવાર માટે દાખલ કરી હતી. લગભગ પોણા પાંચ મહિના સુધી જીવન-મરણ વચ્ચે હોસ્પિટલના બિછાને ઝોલા ખાતી પરિણીતાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મરનારની માતાની ફરીયાદને આધારે કપડવંજ પોલીસે પતિ, સાસુ, દિયર સહિત પાંચ વ્યક્તિઓ સામે પરિણીતાને મરવા મજબુર કરવા બદલ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મહુધા તાલુકાના વડથલના મુળ અને હાલમાં કપડવંજમાં ચામુંડા બંગલામાં રહેતાં વિપુલભાઈ ત્રિકમભાઈ વારાના લગ્ન બાલાસિનોર તાલુકાના જનોડ ખાતે રહેતી જેમીકાબેન સાથે તા.૨૧-૫-૧૩ના રોજ જ્ઞાતિના રિતરિવાજ મુજબ થયાં હતાં. પતિ વિપુલ રાધનપુર પ્રાઈવેટ કંપનીમાં એન્જિનીયર તરીકે નોકરી કરતો હોઈ જેમીકાને સારુ ઘર અને વર મળ્યાનો આનંદ હતો. પરંતુ લગ્ન બાદ પતિના નોકરીના સ્થળે એટલે કે રાધનપુર રહેવા ગયેલી જેમીકાના સારા દિવસો જતા હોઈ શ્રીમંતની વિધી માટે તેને પોતાની સાસરીમાં એટલે કે કપડવંજ ખાતે આવવાનું થયું હતુ. તેની શ્રીમંતની વિધિ પતિના મુળ વતન વડથલ ખાતે થઈ હતી. તે વખતે જેમીકાના માવતરે સમાજના રિતરિવાજ મુજબ કરવા લાયક તમામ વ્યવહાર એટલે કે દાગીના, કપડાં વગેરે આપ્યાં હતાં. શ્રીમંતની વિધી બાદ પિયરમાં રહેવા આવેલી જેમીકાને પુત્રીનો જન્મ થતાં તેના પતિ સહિત સાસરીયાઓના હોશ ઉડી ગયા હતા. પહેલા ખોળે પુત્રની આશા રાખીને બેઠેલા સાસરીયાઓને પુત્રી જન્મી હોવાના સમાચાર મળતાં જ તેઓ મનોમન ગુસ્સે ભરાયા હતાં.

(6:01 pm IST)