Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ગાંધીનગર જિલ્લામાં જુદી જુદી જગ્યાએ હેરાફેરી થતો વિદેશી દારૂનો જથ્થો પકડવા પોલીસે દોડધામ હાથ ધરી: કાદવમાં ફસાયેલ કારની તપાસ હાથ ધરતા 24 બીયરના ટીનનો જથ્થો મળી આવ્યો: બૂલટેગરની તપાસ શરૂ

ગાંધીનગર: શહેર તેમજ જિલ્લામાં દેશી વિદેશી દારૂ પકડવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે  ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ચંદ્રાલા પાસે નાળીયાના કાદવમાં ફસાયેલી કારમાં વિદેશી દારૂ પડયો છે જે બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં કારમાંથી ૭૬ વિદેશી દારૂની બોટલ અને ર૪ બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી કારના નંબરના આધારે બુટલેગરોની શોધખોળ આદરી છે.    

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે પોલીસ દ્વારા આ દારૂનો જથ્થો પકડવા માટે બાતમીદારોને સક્રિય કરવામાં આવતા હોય છે અને સતત વાહનચેકીંગ પણ કરવામાં આવે છે. ત્યારે ખાસ કરીને ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર દારૂની હેરાફેરીની પ્રવૃતિ વધી ગઈ છે. બુટલેગરો દ્વારા અવનવા રસ્તા અપનાવીને દારૂ ઘુસાડવાના પ્રયાસ થઈ રહયા છે ત્યારે ગઈકાલે રાત્રે બુટલેગરો જીજે-૦૫-જેડી-૫૬૨૦ નંબરની કારમાં વિદેશી દારૂ ભરીને ચંદ્રાલાના નાળીયામાંથી પસાર થઈ રહયા હતા તે દરમ્યાન વરસાદના કારણે કાદવમાં તેમની કાર ફસાઈ ગઈ હતી. કાર નહીં નીકળી શકતાં બુટલેગરો કાર અને દારૂ ત્યાં જ મુકીને નાસી છુટયા હતા. 

(5:59 pm IST)