Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં નાઈટ શેલ્ટરમાં ધમધમતા જુગારધામ પર પોલીસ ત્રાટકી: હોમગાર્ડના જવાનોની રંગે હાથે ધરપકડ

વડોદરા:મકરપુરા જીઆઇડીસીમાં આવેલા કોર્પોરેશનના નાઇટ સેલ્ટર હાઉસમાં જુગાર રમતા હોમગાર્ડના જવાનોને એસીપી એફ ડીવીઝનની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, એસીપી એફ ડિવિઝન એસ.બી. કુપાવત તેમના સ્ટાફ સાથે  માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મકરપુરા જીઆઇડીસી ખાતે આવેલા નાઇટ સેલ્ટર હાઉસમાં શંકાસ્પદ હિલચાલ જણાઇ હતી જેથી પોલીસે સ્તળ પર જઇને તપાસ કરતા હોમગાર્ડના જવાનો જુગાર રમતા મળી આવ્યા હતા. આ હોમગાર્ડ જવાનો ગણેશ વિસર્જનના બંદોબસ્ત માટે ગીર સોમનાથથી આવ્યા હતા. પોલીસે (૧) હિરેન રમેશભાઇ પરમાર (રહે. સલાટવાડા પ્રભાસ પાટણ, તા. વેરાવળ જિલ્લો. ગીર સોમનાથ (૨) નરેશ રામાભાઇ ગઢીયા (રહે. કોઠી શેરી પ્રભાસ પાટણ) (૩) હિતેશ રામાભાઇ ગઢીયા (રહે. કોઠી શેરી (૪) રમેશ ગોવિંદભાઇ વાસઠા (રહે. પીપળીની કાદી  પ્રભાસ પાટણ) (૫) સંજય રામજીભાઇ વાયલુ (રહે. શાંતિનગર પ્રભાસ પાટણ) (૬) જેસાભાઇ ભીખાભાઇ ગઢીયા (રહે. કોમનાથ સરોવર પાસે, પ્રભાસ પાટણ) અને (૭) વિજયગીરી લહેરગીરી ગોસ્વામી (રહે. સોમનાથ ત્રિવેૈણી રોડ પ્રભાસ પાટણ)ની ધરપકડ કરી રપિયા ૩૩,૪૪૦ કબજે લીધા છે.

(5:48 pm IST)