Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

પુનઃ આવી ભૂલ નહીં થાય : દ્વારકાધીશ ભગવાનના ચરણોમાં શિશ ઝુકાવીને માફી માંગતા સંત ધર્મવલ્લભદાસ સ્વામી

શ્રીકૃષ્ણ ભગવાન વિશે અયોગ્ય ટિપ્પણી કરતા ભારે વિવાદ થયો'તો

દ્વારકા, તા. ૧૦ : સુરત સ્વામિનારાયણ ગુરૂકુળના સંત ધર્મવલ્લભદાસ સ્વામીનો બે દિવસ પહેલા એક વીડીયો વાઇરલ થયો હતો. જેમાં તેણ શ્રી કૃષ્ણ ભગવાન વિશે અયોગ્ય ટિપ્પણી જેને લઇને ગુજરાતભરના આહિર સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી. આજે ધર્મવલ્લભદાસ સ્વામી દ્વારકા આવી ભગવાન કૃષ્ણના ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું અને માફી માંગી હતી. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શ્રી કૃષ્ણના ચરોણમાં મસ્તક મૂકી ક્ષમા માંગીએ છીએ કે પુનઃ આવી ભૂલ ન થાય.

ધર્મવલ્લભદાસ સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે સંતો અને ભાવિ ભકતો સાથે દ્વારકા આવવાનું થયું. શ્રીકૃષ્ણ ભગવાનના ચરણોમાં માફી માગવાની મનમાં ઇચ્છા થઇ થોડા સમય પહેલા શ્રી કૃષ્ણ ભગવાનની કથા ચાલતી હતી. તેમાં નાનકડો કટીંગ કરેલો વીડીયો વાયરલ થયો હતો. આ વીડીયોને સાંભળી સમસ્ત હિન્દુ સમાજમાં થોડો રંજ અને દુઃખ થયેલું  હતું. તેના દુખ થયું અને શ્રીકૃષ્ણ ભગવાનના ચરણોમાં  માફી માગીએ છીએ. સમસ્ત હિન્દુ સમાજ એકત્ર બની ધર્મ ક્ષેત્રે પ્રગતિ કરતા રહે તેવી ઇચ્છા.

આહિર રેજયુમેન્ટના કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, સ્વામીજીએ કૃષ્ણ ભગવાન વિશે બોલ્યા તે અંગે ગઇકાલે અમારે સ્વામીજી સાથે વાત થઇ અને કહયું હતું કે, તમે દ્વારકા આવો અને કૃષ્ણ ભગવાનની માફી માગો તો અમને સંતોષ થાય એટલે સ્વામીજી દ્વારકા આવ્યા હતાં.

(4:10 pm IST)