Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

વડોદરામાં રાતભર મેઘરાજાનો મુકામ : ત્રણ ઇંચ વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા

વરસાદ વરસવાના કારણે લોકોને પરેશાની: જનજીવન અસ્ત વ્યસ્ત

વડોદરા શહેરમાં ફરી એક વખત મેઘસવારી આવી પહોંચી છે અને શહેરમાં રતાભર વરસાદ વરસ્યો હતો.જેથી લોકોએ હાલાકી વેઠવી પડી હતી. ભારે વરસાદના કારણે એમ.જી. રોડ, રાવપુરા, દાંડિયા બજાર, અલકાપુરી, આજવા રોડ, કારેલી બાગ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસવાના કારણે લોકોએ પરેશાની વેઠવી પડી છે. જનજીવન અસ્ત વ્યસ્ત થયુ છે.

(12:19 pm IST)