Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

સુરતના કામરેજના લાસકાણા ગામે ધસમસતા પાણીમાં બાઈક સવાર તણાયો : ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ

સમગ્ર રાજ્યમાં મેધો મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ વરસાદી માહોલ છવાયો છે. વરસાદના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયા છે. ત્યારે સુરતના કામરેજના લાસકાણા ગામે એક બાઈક સવાર તણાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

 લાસકાનાથી ખોલવડ માર્ગ પર આવેલી ખાડીમાં ધસમસતા પ્રવાહમાં બાઈક સવાર તણાયો હતો. જો કે આ અંગે જાણ થતાની સાથે જ સુરત ફાયર વિભાગની ઘટના સાથળે દોડી આવી હતી. અને ટીમ દ્વારા બાઈક સવારની શોધખોળ શરૂ કરાઈ હતી.

(12:08 pm IST)