Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

અરવલ્લી કોંગ્રેસના ઉપપ્રમુખ હિતેન્દ્ર પટેલની અટકાયત: આત્મવિલોપનની ચીમકી આપી હતી

જામીન લેવાનો ઇન્કાર કરતા મોડાસા સબજેલમાં ખસેડાયા

 

અરવલ્લી કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હિતેન્દ્ર પટેલની રડોદરા ગામેથી અટકાયત કરાઇ છે. હિતેન્દ્ર પટેલે મંડળીના રજીસ્ટ્રેશન મામલે આત્મવિલોપન ચીમકી ઉચ્ચારી હતી. જે માટે તેઓએ ૨૬ સપ્ટેમ્બરે આત્મવિલોપન કરવાની અરજી કરી હતી. તેઓએ ૨૦૧૬થી સહકારી મંડળીના રજીસ્ટ્રેશનની માંગણી કરી છે. ત્યારે ઉપપ્રમુખે અટકાયત બાદ જામીન લેવાનો ઇન્કાર કર્યો છે. જેથી તેઓને મોડાસા સબજેલમાં ખસેડાયા છે.

(1:12 pm IST)