Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની સપાટી 26 ફૂટને પાર પહોંચી :ભયજનક સપાટીથી બે ફૂટ ઉપરથી વહેતા પાણી : 350 લોકોનેસલામત સ્થળે ખસેડ્યા : કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો થઇ રહયો છે નર્મદા ડેમના ધસમસતા પાણીનો પ્રવાહથી ગોલ્ડન બ્રિજ નજીક જળ સપાટી ૨૬ ફૂટ ને પાર પહોંચી છે ગોલ્ડન બ્રિજ ભયજનક 24 ફૂટ ની સપાટી વટાવી ૨ ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે

તંત્રની સતત સ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે અને ,કાંઠા વિસ્તારના ગામો એલર્ટ કરાયા છે આગમચેતીના ભાગરૂપે 350 લોકોને સલામત સ્થળે ખસેડાયા  છે

 

 
(8:07 pm IST)