Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

પાદરામાં બજારો બંધ કરાવાઈ એસટી ડેપોમાં હોબાળો :ચક્કાજામ કરાયો :ધારાસભ્ય સહીત કોંગી આગેવાનોની અટકાયત

વડોદરા :કોંગ્રેસે આપેલા બંધના કારણે મુસાફરો મુસિબતમાં મુકાયા પાદરા ખાતે એસટી બસ ડેપોએ હોબાળો મચાવ્યો. વડોદરાથી જંબુસર જતી એસટી બસને પાદરા રોકી દેવાઇ. જેના કારણે મુસાફરોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો

  કોંગી કાર્યકરોએ પાદરામાં બજારો બંધ કરાવ્યા હતા કોંગી કાર્યકરોએ દુકાનદારોને ગુલાબનું ફૂલ આપી બંધ કરી સમર્થન આપવા વિનંતી કરાઇ હતી.પાદરાના ધારાસભ્ય સહિત કાર્યકરો બંધને સફળ બનાવવા નીકળ્યા હતા.જો કે ધારાસભ્ય સહિત કોંગી આગેવાનોને પોલીસે ડિટેન કરતા ચકકાજામનો પ્રયાસ કરાયો હતો.

(11:11 pm IST)