Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

7મી ઓક્ટોબરે રાજ્યની 8 નગરપાલિકા, 2 જિલ્લા પંચાયત અને 44 તાલુકા પંચાયતની પેટાચૂંટણી :9મી મતગણતરી

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે આજે સત્તાવાર જાહેરાત કરી છે કે 8 નગરપાલિકા, 2 જિલ્લા પંચાયત અને 44 તાલુકા પંચાયતની પેટી ચૂંટણી 7 ઓકટોબરે યોજાશે અને 9 ઓકટોબરે મતગણતરી હાથ ધરાશે. આથી ચૂંટણીમાં ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે આદર્શ આચારસંહિતા 10 સપ્ટેમ્બરથી અમલમાં આવે છે. 17 સપ્ટેમ્બર ચૂંટણીની નોટિસ અને જાહેરનામુ પ્રસિધ્ધ કરાશે

(11:09 pm IST)