Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ગાંધીનગરમાં ચીનની યુવતીનું પર્સ ચોરી ગઠિયો છૂમંતર

ગાંધીનગર:શહેરના મહાત્મા મંદિર ખાતે કૃષિ મેળો ચાલી રહયો છે ત્યારે તેમાં દેશવિદેશના લોકો ભાગ લઈ રહયા છે જેમાં ચીનના ડેપાંગ સીટીની પણ યુવતિ તેની કંપનીના પ્રમોશન માટે આવી હતી ત્યારે તેનું પાસપોર્ટ સહિત અગત્યના દસ્તાવેજ ભરેલું પર્સ ચોરાઈ જતાં સે-૭ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. 

રાજયના પાટનગર ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે કૃષિ મેળો ચાલી રહયો છે જેમાં વિવિધ દેશના પ્રતિનિધિઓ તેમની કંપનીના સ્ટોલ ઉભા કર્યા છે. ત્યારે ચીનમાં આવેલી સીચુઆંન સીન કેમિકલ કંપનીમાં કામ કરતી ૩૧ વર્ષીય યુવતિ વુ ડડન વુ ગુ આનવોંગ પણ આવી હતી જે સે-૧૧માં આવેલી હોટલમાં રોકાઈ હતી અને આ કૃષિમેળામાં હોલ નં.ર માં ટેબલ નં.૭પ ફાળવવામાં આવ્યું હતું. 

(5:22 pm IST)