Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

આણંદમાં જબરદસ્તી દીકરીને ગાડીમાં બેસાડવાનો પ્રયત્ન કરનાર શખ્સને ઠપકો આપતા ઢોર માર માર્યો

આણંદ: શહેરની નાની ખોડીયાર ખાતે રહેતા અને કડિયાકામની મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવનારની પુત્રીને ગત ૩જી તારીખના રોજ બપોરના સુમારે હાથ પકડીને જબરજસ્તીથી ગાડીમાં બેસાડવાનો પ્રયત્ન કરનારને ઠપકો આપતાં માર મારીન ેજાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

 


પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મોહનભાઈ મનજીભાઈ પ્રજાપતિની પુત્રી ગત ૩જી તારીખના રોજ બપોરના સુમારે ટ્યુશનેથી ઘર તરફ પરત ફરી રહી હતી ત્યારે નહેરૂબાગ પાસે રાજુભાઈ રામસંગભાઈ પ્રજાપતિ ગાડી લઈને આવી ચઢ્યો હતો અને તેણીનો હાથ પકડીને ગાડીમાં બેસાડવાનો પ્રયત્ન કરવા લાગ્યો હતો પરંતુ તેણીએ વિરોધ કરતા તે ત્યાંથી જતો રહ્યો હતો. જે ઘટનાની જાણ પોતાના પિતાને કરતાં જ મોહનભાઈ અને તેમની પત્ની રાજુભાઈના માતા-પિતાને ઘેર ગયા હતા અને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખીને તેમજ મોહનભાઈને લોનના બાકી પડતા અઢી લાખની રકમ આપવી ના પડે તે માટે ગઈકાલ રાત્રીના સુમારે રાજુભાઈ, મોહનભાઈ કેસુભાઈ પ્રજાપતિ, નીલેષભાઈ રામસંગભાઈ પ્રજાપતિ તથા મંજીભાઈ પ્રજાપતિએ ઝઘડો કરીને મોહનભાઈને ગમે તેવી ગાળો બોલીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

(5:21 pm IST)