Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

૩૦૦૦ કરોડની યોજના

અમદાવાદ સહિત આઠ શહેરમાં પબ્લિક પેનિક બટન અને મહિલા પોલીસ ટીમ ટૂંકમાં

નવી દિલ્હી તા. ૧૦ : મહિલાઓની સુરક્ષા માટે સરકાર રૂ. ૩૦૦૦ કરોડના ખર્ચે દિલ્હી સહિત દેશના આઠ મોટા શહેરોમાં મહિલા પોલીસ પેટ્રોલ ટીમ અને પબ્લિક પેનિક બટન જેવી સુવિધા શરૂ કરશે.

ગૃહ મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે મહિલાઓ અને બાળકો માટે ટ્રાન્ઝિટ ડોરમેટરી, સ્માર્ટ એલઇડી સ્ટ્રીટલાઇટો, વન સ્ટોપ ક્રાઇસીસ સેન્ટરો, ફોરેન્સિક અને સાઇબર ક્રાઇમ સેલ જેવી સુવિધા વુમેન સેફ સિટી પ્રોજેકટનો હિસ્સો બનશે.

મહિલાઓની સુરક્ષા માટેની આ યોજના દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઇ, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ અને લખનઊમાં ૨૦૧૮-૧૯થી ૨૦૨૦-૨૧ સુધી અમલમાં મૂકાશે.

નિર્ભયા ફંડ હેઠલ સેફ સિટી યોજના માટે રૂ. ૨૯૧૯.૫૫ કરોડનું ફંડ મંજૂર કરાયું હતું.

દેશમાં મહિલાઓની સુરક્ષા વધારવા માટે ૨૦૧૩માં નિર્ભયા ફંડ શરૂ કરવામાં આવ્યું હતું.

આ યોજના હેઠળ દિલ્હી માટે રૂ. ૬૬૩.૬૭ કરોડ, મુંબઇ માટે રૂ. ૨૫૨ કરોડ, ચેન્નઇ માટે રૂ. ૪૨૫.૦૬ કરોડ, અમદાવાદ માટે રૂ. ૨૫૩ કરોડ, કોલકાતા માટે રૂ. ૧૮૧.૩૨ કરોડ, બેંગલુરુ માટે રૂ. ૬૬૭ કરોડ, હૈદરાબાદ માટે રૂ. ૨૮૨.૫૦ કરોડ અને લખનઊ માટે રૂ. ૧૯૫ કરોડ મંજૂર કરાયા છે.(૨૧.૫)

(9:30 am IST)