Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

સુરતમાં એમ્બ્રોઇડરીના કારીગરો રવિવારની રજા નહીં મળતા વિફર્યા :કારખાના ઉપર પથ્થરમારો ;કાચ તોડ્યા :60 લોકોની અટકાયત

અંદાજે બે હજારથી વધુ કારીગરો બંધ કરાવવા નીકળ્યા: પરિસ્થિતી તંગ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલોપહોંચ્યો

સુરતમાં એમ્બ્રોઇડરીના કારીગરોએ રવિવારની રજા નહીં મળતા વિફર્યા હતા અને રસ્તા પર ઉતરીને  પથ્થરમારો કર્યો હતો  સુરતના પુણા ખાતે એમ્બ્રોડરીના કારખાનાના કારીગરો દ્વારા જે રીતે તોડફોડ કરવામાં આવી છે

  જોકે પોલીસે 60 લોકોની અટકાયત કરી છે.એમ્બ્રોડરીના કારખાનામાં રવિવારની રજા ન હોવાથી કારીગરોમાં રોષ જોવા મળ્યો. પુણાની ભવાની ઇન્દ્રસ્ટ્રીઝમાં મોટી સંખ્યા કારીગરો કારખાના બંધ કરાવવા નીકળ્યા હતા. બે થી ત્રણ કારખાના પર પથરમારો કરી કાચ પણ તોડવામાં આવ્યા હતા

અંદાજે બે હજારથી વધુ કારીગરો બંધ કરાવવા નીકળ્યા. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. અને મામલો થાળે પાડ્યો હતો.જોકે પોલીસને જોતા તોફાની ટોળાએ પોલીસ વાહન પર પણ પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતી તંગ થતી જોઇને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો.

જો કે પોલીસના હાથ જે પણ પથ્થરબાજ કારીગર લાગ્યા પોલીસે તેઓની પણ બરાબરાની સરભરા કરીને પોલીસ ડબ્બામાં બેસાડી દીધા હતા. તોડફોડ કરનારા તત્વો સીસીટીવીમાં કેદ થયા છે. તેઓએ એમ્બ્રોડરીના ખાતાએ જઈને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. સીસીટીવીના દ્રશ્યો સામે આવ્યા છે.તેમાં કેટલાક શખ્સો હાથમાં લાકડાના ફટકા અન સળીયા સળિયા લઈ જતા જોવા મળ્યા છે.

(10:10 pm IST)