Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ગુજરાતની જનતાને ભારત બંધમાં જોડાવા રાજીવ સાતવની અપીલ

મોદી સરકારે એક્સાઈઝ ડ્યૂટી વધારતા ઓઈલ કંપની માલામાલ

અમદાવાદ :પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસે સોમવારે ભારત બંધનું એલાન આપ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે ગુજરાતની જનતાને ભારત બંધના એલાનમાં જોડાવવા અપીલ કરી છે

  સાતવે કહ્યું કોંગ્રેસની સરકારમાં ક્રૂડનો ભાવ 107 ડોલર હતો અને હાલમાં 74 ડોલર હોવા છતાં પેટ્રોલ ડિઝલના ભાવ ઐતિહાસિક સપાટી છે. મોદી સરકારે એક્સાઈઝ ડ્યૂટી વધારીને ઓઈલ કંપનીઓને માલામાલ કરી છે.

 સોમવારે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસે આપેલા ભારત બંધના એલાનને પગલે રાજકોટમાં પણ 400 જેટલી શાળાઓ બંધ રહેશે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈને શાળા સંચાલકોએ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

(8:58 am IST)