Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા સહિત ૨૬ ડીવાયએસપીની બદલીઃ રાજકોટમાં મોડાસાના બી. બી. બસીયા મુકાયા

મોરબીના પીઆઇ વી. બી. જાડેજા, એમ.આર. ગોઢાણીયા અને એસીબીના પીઆઇ બી. એસ. રબારીને પ્રમોશન

રાજકોટ તા. ૧૦: રાજ્‍યના ૨૬ ડીવાયએસપીની બદલીના આદેશ થયા છે. જેમાં રાજકોટ ક્રાઇમ બ્રાંચના એસીપી ડી. વી. બસીયા તેમજ રાજકોટ જેલ ડીવાયએસપી રાકેશ દેસાઇનો પણ સમાવેશ થયો છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચમાં ડી. વી. બસીયાના સ્‍થાને મોડાસાના ભરત. બી. બસીયાની નિમણુંક થઇ છે. જ્‍યારે મોરબીના બે અને એસીબીના એક મળી ત્રણ પીઆઇને પણ એસીપી તરીકે બઢતી આપવામાં આવી છે.

જે ડીવાયએસપીના બદલીના ઓર્ડર નીકળ્‍યા છે તેમાં વડોદરાના ડી. એસ. ચોૈહાણને વિરમગામ, હાલોલના એચ. એ. રાઠોડને વડોદરા, ગાંધીનગરના વી. જે. રાઠોડને પંચમહાલ, રાજકોટ સેન્‍ટ્રલ જેલના રાકેશ દેસાઇને ગાંધીનગર આઇબી, ગાંધીનગરના ડી. ડી. સોઢાને ગાંધીનગર આઇબી, દાહોદના એચ. જે. બેન્‍કરને વડોદરા રીજીયન, ભાવનગર રીજીયનના એસ. એન. ચોૈધરીને ગાંધીનગર આઇબી, સુરત ટ્રાફિકના મનિષ ઠાકરને ભાવનગર આઇબી, ડીસાના એ. એમ. પરમારને સુરત ટ્રાફિક, પેટલાદના ડી. એચ. દેસાઇને ગાંધીનગર આઇબી, અમદાવાદ ક્રાઇમના ડી. પી. ચુડાસમાને પેટલાદ, પોરબંદરના બી. એ. પટેલને અમદાવાદ ક્રાઇમ, નર્મદા કેવડીયા કોલોનીના ઋતુ રાબાને પોરબંદર, અમદાવાદ ટ્રાફિકના આકાશ એમ. પટેલને  ધોળકા, પોરબંદર ગ્રામ્‍યના પ્રકાશ એમ. પ્રજાપતિને અમદાવાદ ટ્રાફિક, નર્મદા કેવડીયાના સુરજીત મહેડુને પોરબંદર ગ્રામ્‍ય,  રાજકોટ ક્રાઇમ બ્રાંચ એસીપી ડી. વી. બસીયાને ખેડા મુખ્‍ય મથક, મોડાસાના ભરત બી. બસીયાને રાજકોટ ક્રાઇમ, એટીએસ અમદાવાદના બી. પી. રોઝીયાને સુરત ક્રાઇમ, ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના એસ. એલ. ચોૈધરીને અમદાવાદ એટીએસ, રાજકોટ ગ્રામ્‍ય એસસી એસટી સેલના મહર્ષિ રાવલને બોટાદ, વલસાડના એમ. એન. ચાવડાને અમદાવાદ ઇકોનોમિક વિંગ ખાતે મુકવામાં આવ્‍યા છે. તેમજ   સુરત ક્રાઇમના આર. આર. સરવૈયાની પણ બદલી કરવામાં આવી છે. જો કે  તેમની નિમણુંકની જગ્‍યા બાકી રાખવામાં આવી છે.  આ ઉપરાંત ત્રણ પીઆઇની પ્રમોશન સાથે બદલી થઇ છે. જેમાં મોરબીના પીઆઇ એમ. આર. ગોઢાણીયાને ડીસા રિજીયનમાં આઇબી ખાતે અને એસીબીના પીઆઇ બી. એસ. રબારીને વડોદરા શહેર વિશેષ શાખા ખાતે નિમણુંક અપાઇ છે. મોરબીના પીઆઇ વી. બી. જાડેજાને પણ બઢતી મળી છે. જો કે તેમની નિમણુંકનું સ્‍થળ હાલ પ્રતિક્ષા લિસ્‍ટમાં રખાયું છે.

(1:33 pm IST)