Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

સુઈગામ પંથકમાં નર્મદા કેનાલમાં ફરીવાર ગાબડું ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેતીને મોટું નુકશાન

મસાલી બ્રાન્ચ કેનાલ અને મોરવાડા માઇનોર-1 નર્મદા કેનાલમાં ગાબડુ

છેલ્લા બે દિવસથી વરસાદ શરૂ થયો છે ત્યારે સુઇગામ પંથકની મસાલી બ્રાન્ચ કેનાલ અને મોરવાડા માઇનોર-1 કેનાલમાં ગાબડુ પડ્યુ છે. હજારો લીટર પાણી ખેતરોમાં ફરી વળતા ખેડુતોને મોટુ નુકશાન થાય તેવી સંભાવના છે

   બનાસકાંઠા જીલ્લામાં છાશવારે કેનાલોમાં ગાબડા પડતા હોય છે. સુઇગામની મસાલી બ્રાન્ચ કેનાલ અને મોરવાડા માઇનોર-1 નર્મદા કેનાલમાં ગાબડુ પડ્યુ છે. જાણે વરસાદ નિમિત્ત હોય તેમ ફરી કેનાલ તૂટી હોવાની જાણ થતાં ખેડૂતો નારાજ બન્યા છે. ઉભા પાકમાં કેનાલોનું પાણી ફરી વળતા ખેડુતોને ભારે નુકશાન થઇ શકે છે. સાથે કેનાલમાં વરસાદી પાણી સંગ્રહ થતું પણ અટક્યું છે. જેનાથી વરસાદ બાદ જળસંગ્રહ ના થાય તેવી બીક છે

(12:15 am IST)