Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

સમી પંથકમાં નાળું તૂટતાં બે ગામો વચ્ચેનો રસ્તો જોખમી બનતા તંત્ર દ્વારા રીપેરીંગ કરવા કવાયત

નાળું તુટતા સિંગલ પટ્ટી માર્ગ વધુ સાંકડો બની ગયો હતો.

સમી તાલુકાના બે ગામ વચ્ચેનો માર્ગ ભારે વરસાદને કારણે બિસમાર હાલતમાં થયો હતો

સમી તાલુકાના બિસ્મીલ્લાબાદ અને ગોચનાદ ગામ વચ્ચેનો માર્ગ જોખમી બન્યો છે. બે દિવસ વરસાદને પગલે ગામ વચ્ચેના માર્ગમાં બનાવેલું નાળું તુટતા રસ્તો એક માર્ગીય બન્યો છે. કાર અને ટ્રેક્ટર સાથે પસાર થવું જોખમી હોવાના સમાચાર બાદ વહીવટી તંત્ર સાબદું બની યુધ્ધના ધોરણે રિપેર શરૂ કર્યું છે. જેનાથી પંથકના ગામલોકોએ હાશકારો અનુભવ્યો છે.

પાટણ જિલ્લા પંચાયત દ્વારા ત્વરિત સુચના આપી માર્ગ અને નાળું વધારે તૂટતું રોકી મરામતની કામગીરી હાથ ધરી છે. જેનાથી ગામ લોકોને ખેતીની સિઝનમાં મોટી રાહત થઇ છે. અત્રે  ઉલ્લેખનીય છે કે, નાળું તુટતા સિંગલ પટ્ટી માર્ગ વધુ સાંકડો બની ગયો હતો.

(12:13 am IST)