Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

હવે કોંગ્રેસ શાસિત ઇડર તાલુકા પંચાયતમાં સતા પલટો : પ્રમુખ, ઉપ પ્રમુખ સહીત પાંચે કેસરિયો ખેસ ધારણ કર્યો

ધારાસભ્ય હિતુ કનોડિયાની હાજરીમાં પ્રમુખ ,ઉપ પ્રમુખ સહીત પાંચ સભ્યો ભાજપમાંજોડાયા

ઇડર ;હવે કોંગ્રેસ શાસિત  ઈડર તાલુકા પંચાયતમાં સત્તા પરિવર્તન થયું છે. પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના પાંચ કોંગી ડેલિકેટ ભાજપમાં જોડાઈ ગયા છે. ધારાસભ્યની હાજરીમાં કેસરિયો ધારણ કર્યા બાદ સત્તા પલટો સામે આવ્યો છે.

   સાબરકાંઠા જિલ્લાની ઈડર તાલુકા પંચાયતમાં 17 સભ્યો સાથે કોંગ્રેસની સત્તા હતી. જેથી ભાજપે સંગઠન પર્વના ભાગરૂપે કોંગ્રેસીઓને પણ પાર્ટીમાં જોડવા મથામણ આદરી હતી. આથી વાટાઘાટોને અંતે પ્રમુખ ધર્મેશ પટેલ અને ઉપપ્રમુખ શારદાબેન વણઝારા સહિત પાંચ સભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. જેનાથી તાલુકા પંચાયતમાં હવે ભાજપની સત્તા આવે તેમ છે.
  ઈડર ધારાસભ્ય હિતુ કનોડિયાની હાજરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે યાકુબ દાંત્રોલિયા, જયંતિ પટેલ અને પરાગ વણકર સહિતના કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા પંથકમાં રાજકીય હડકંપ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, હવે આગામી ટર્મ માટે પ્રમુખ બદલાશે કે કેમ તે સસ્પેન્સ બન્યું છે.

(11:57 pm IST)