Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ : અનેક ગામો સંપર્ક વિહોણા : સરેરાશ 78 ટકા વરસાદ ;જિલ્લાવાર વરસાદના આંકડા જોવા ક્લિક કરો

રાજ્યમાં 23 ડેમ 100 ટકા ભરાયા: 42 ડેમમાં 70 ટકાથી વધુ પાણી આવ્યું: રાત્રે ૮ વાગ્‍યા સુધીના જીલ્‍લાવાઇઝ વરસાદના આંકડા જોવા માટે અહીં કિલક કરો

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં  સારો એવો વરસાદ થઈ રહ્યો છે. સુરત, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, વડોદરા, અમદાવાદ વગેરે જગ્યાએ ભારે વરસાદ થયો છે અનેક ગામો ભારે વરસાદનાં કારણે સંપર્ક વિહોણા થઇ ગયા છે  રાજ્યમાં 48 કલાક ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.

રાજ્યમાં 23 ડેમ 100 ટકા ભરાયા છે. 42 ડેમમાં 70 ટકાથી વધુ પાણી આવ્યું છે. રાજ્યમાં કુલ 60 ટકા જળ સંગ્રહ થયો છે. મોસમનો સરેરાશ 78 ટકા વરસાદ વરસી ગયો છે.

   રાજ્યનાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા જેવા વિસ્તોરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાતં ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જામનગર, કચ્છ વિસ્તારોમાં અને અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદ પડી શકે છે

 . દિરિયાઈ વિસ્તારોમાં માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. છેલ્લા 48 કલાકમાં નર્મદા, મહિસાગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ વગેરે જગ્યાએ પણ વરસાદ પડી શકે છે.

રાત્રે ૮ વાગ્‍યા સુધીના જીલ્‍લાવાઇઝ વરસાદના આંકડા :

(10:50 pm IST)