Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

હવે સ્ટાર્ટ-અપ ફાયકોલીંક ટેકનોલોજીને ગ્રાન્ટ સુપ્રત

એચડીએફસીની પરિવર્તન ગ્રાંટ

અમદાવાદ, તા.૧૦ : એચડીએફસી બેંકે ગુજરાત સ્થિત સ્ટાર્ટ-અપ ફાયકોલીંક ટેકનોલોજીસને પરિવર્તન ગ્રાન્ટ એનાયત કરી છે. આ અભૂતપૂર્વ સ્ટાર્ટ-અપ ફાયકોલીંક ટેકનોલોજીસ ઘર વપરાશના તથા ઔદ્યોગિક દૂષિત પાણીને શુધ્ધ કરવા માટે અતિ આધુનિક બાયોટેકનોલોજીકલ ટુલ્સનો ઉપયોગ કરે છે. ફાયકોલીંક ટેકનોલોજીસનો સમાવેશ એચડીએફસી બેંકની પરિવર્તન ગ્રાન્ટ મેળવવા માટે દેશભરમાંથી પસંદ કરવામાં આવેલાં ૨૫ સોશિયલ ઈનોવેટર્સમાં થાય છે. પરિવર્તન ગ્રાન્ટસ એ સોશિયલ સેક્ટરમાં કામ કરતાં સ્ટાર્ટ-અપ્સને સહાયક બનીને દૂરગામી પરિવર્તન લાવવાનો કોર્પોરેટ સામાજીક જવાબદારીનો એક હિસ્સો છે.

            પ્રથમ તબક્કામાં બેંકે ભારતમાં સ્ટાર્ટ-અપ્સ અને ઈનક્યુબેટર્સને રૂ.૧૦ કરોડની ચૂકવણી કરી છે. વર્ષ ૨૦૧૩માં આઈઆઈટી ખડગપુરનો બાયોકોમિકલ એન્જીન્યર સુમિત મોહન્તી ઝારખંડના એક નાના ગામની મુલાકાતે ગયો. તેને એ જાણીને ખેદ થયો કે ગામનાં ત્રણ બાળકો ગટરના અશુધ્ધ પાણીથી દૂષિત થયેલા તળાવનું પાણી પીવાના કારણે મોતને ભેટ્યા હતા. આ ઘટનાને કારણે તેને સાર્વત્રિક રીતે અમલમાં મૂકી શકાય તેવા પાણીના શુધ્ધિકરણનો ઓછો ખર્ચ ધરાવતો ઉપાય શોધવાની પ્રેરણા મળી અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટના ક્ષેત્રે ક્લીન-ટેક પ્રોજેક્ટસ હાથ ધરવામાં રસ પડયો. આ ક્ષેત્રે થોડાંક વર્ષ કામ કર્યા પછી તેણે ફાયકોલીંક ટેકનોલોજીસની સ્થાપના માટે બાયોટેકનોલોજીસ્ટસ જૂથ સાથે મળીને ટીમની રચના કરી, કે જે દૂષિત પાણીને શુધ્ધ કરવા માટે લીલનો ઉપયોગ કરીને ઔદ્યોગિક કચરા અથવા તો ઘરનાં દૂષિત પાણીને તળાવો અને અન્ય જળાશયોનું પાણી શુધ્ધ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવો ઉપાય શોધી કાઢ્યો. ગ્રાન્ટ મળવા અંગે ફાયકોલીંક ટેકનોલોજીસના માઈક્રો બાયોલોજીસ્ટસ અને સહ-સ્થાપક ડો.મયૂર જોષીએ જણાવ્યું હતું કે,

     ફાયકોનિક ખાતે અમે ઉદ્યોગો સાથે રહીને અને ખાસ કરીને ડાઈઝ, કેમિકલ અને ફાર્માસ્યુટિકલ સેગમેન્ટની સાથે રહીને તે ક્લિન, ગ્રીન, બાયોલોજીકલ તથા કેમિકલ ફ્રી ઉપાયો દ્વારા તે પર્યાવરણના ધોરણોનુ ઘનિષ્ઠ પાલન કરી શકે તે માટે કામ કરી રહ્યા છીએ. અમને આશા છે કે આવતા પાંચ વર્ષમાં અમે ગુજરાત અને મહારાષ્ટ્રમાં એમએસએમઈ અને મોટા કદના ઓછામાં ઓછાં આવાં ૫૦૦ એકમો સુધી પહોંચી શકીશું. ફાયકોલીંક માટે ગુજરાતમાં વ્યાપક પ્રદૂષણ કરતા ૯૫ ટકાથી વધુ ઉદ્યોગોને આવરી લેવાનુ શક્ય બનશે. દરમ્યાન એચડીએએફસી બેંકના કોર્પોરેટ સામાજીક જવાબદારી વિભાગના હેડ, કુ. નુસરત પઠાણે જણાવ્યું કે, પરિવર્તન ગ્રાન્ટસ એ અમે જે સમાજની વચ્ચે કામ કરીએ છીએ તેમાં લાંબા ગાળાનુ હકારાત્મક પરિવર્તન લાવવાની અમારી કટિબધ્ધતા દર્શાવે છે.

(9:20 pm IST)