Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

શહેરમાં ભારે વરસાદની વચ્ચે ઝાડ પડ્યાની ૧૪૩ ફરિયાદ

તંત્રની ઉલ્લેખનીય કામગીરીથી અંધાધુંધી ટળી : બંધ કરવામાં આવેલા અંડરપાસને ટુંકમાં કાર્યરત કરાયા

અમદાવાદ, તા. ૧૦ : અમદાવાદ શહેરમાં મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ આજે પણ યથાવત રીતે સવાર સુધી જારી રહ્યો હતો. જેના કારણે જનજીવન સંપૂર્ણ પણે ખોરવાઈ જવાની સાથે સાથે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે, તંત્રની ઉલ્લેખનીય કામગીરીના કારણે લોકોને અંધાધુંધીનો સામનો કરવો પડ્યો ન હતો. અમદાવાદ શહેરમાં મોટા ભાગના અંડરપાસો ઉપર ડી વોટરીંગ પમ્પ મુકીને યુદ્ધના ધોરણે ચાલુ કરીને વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

      ટુકા ગાળામાં જ તમામ અંડરપાસ સંપૂર્ણ પણે કાર્યરત કરી દેવામાં આવ્યા હતા. અંડરપાસ ખાતે ઉભી થતી તમામ પરિસ્થિતિને  પહોંચી વળવા તથા શહેરીજનોને પરિવહનમાં કોઈ તકલીફ ન પડે તે માટે આયોજન કરવામાં આવ્યા હતા. સફળ કામગીરીના કારણે ટુકા ગાળામાં જ શહેરના તમામ રોડ રસ્તાઓ સંપૂર્ણ રીતે કાર્યરત કરાયા હતા. જોકે, આજે જુદા જુદા વિસ્તારોમાં ઝાડ પડવાની ૧૪૩ ફરિયાદો મળી હતી. જે પૈકી ૧૨૮નો નિકાલ કરવામાં આવ્યો હતો. સૌથી વધુ પશ્વિમ ઝોનમાં ૪૦ અને ઉત્તર પશ્વિમ ઝોનમાં ઝાડ પડવાની ૩૩ ફરિયાદો મળી હતી. બીજી બાજુ વરસાદી પાણી ભરાવાની કુલ ૪૭ ફરિયાદો મળી હતી.

ઝાડ પડ્યાની ફરિયાદો

અમદાવાદ, તા. ૧૦ : અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે જુદા જુદા ઝોનમાં ઝાડ પડવાની કુલ ૧૪૩ ફરિયાદો મળી હતી. જે પૈકી ૧૨૮નો નિકાલ કરવામાં આવ્યો હતો. ઝાડ પડવાની ફરિયાદો કયા ઝોનમાં કેટલી મળી તે નીચે મુજબ છે.

ઝોન..................................... ઝાડ પડ્યાની ફરિયાદ

મધ્ય ઝોન....................................................... ૨૩

પૂર્વ ઝોન......................................................... ૦૪

પશ્વિમ ઝોન..................................................... ૪૦

ઉત્તર પશ્વિમ ઝોન............................................. ૩૩

દક્ષિણ પશ્વિમ ઝોન........................................... ૧૪

ઉત્તર ઝોેન..................................................... ૧૯

દક્ષિણ ઝોન...................................................... ૧૦

કુલ............................................................... ૧૪૩

નિકાલની સંખ્યા............................................. ૧૨૮

(9:19 pm IST)