Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

ભારે વરસાદની સાથે સાથે

ચારેબાજુ પાણી પાણી , હાટકેશ્વર બેટમાં ફેરવાયુ

અમદાવાદ તા,૧૦ :  અમદાવાદ શહેરમાં મોડી રાતથી શરૂ થયેલા ભારે વરસાદે સમગ્ર અમદાવાદ શહેરનુ ધમરોળી નાંખ્યુ છે. ગઇકાલે સાંજે ધીમી ગતિથી વરસાદ શરૂ થયા બાદ મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ ભારે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે હાલત કફોડી બની હતી. શહેરના હાટકેશ્વર, બોપલ, મણિનગર, નારોલ, ગોતા, રાણિપ અને ચાંદખેડા સહિતના મોટા ભાગના વિસ્તારોમાં ઘુટણ સુધીના પાણી ભરાઇ ગયા હતા. જનજીવન સંપૂર્ણપણે ઠપ થઇ ગયુ હતુ

*    અમદાવાદ શહેર ભારે વરસાદના કારણે જળબંબાકાર બની ગયુ

*    ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘુંટણ સુધીના પાણી ભરાયા

*    કોર્પોરેશનની જોરદાર કામગીરીના કારણે સ્થિતી વધારે સમય સુધી ખોરવાયેલી ન રહી

*    શહેરના હાટકેશ્વર, બોપલ, મણિનગર, નારોલ, ગોતા, રાણિપ અને ચાંદખેડા સહિતના મોટા ભાગના વિસ્તારોમાં ઘુટણ સુધીના પાણી ભરાઇ ગયા હતા

*    પાણી ભરાઇ જવાના કારણે સવારમાં લોકો અટવાયા હતા. મોટા ભાગની સ્કુલોમાં બાળકો પુરતી સંખ્યામાં પહોંચી શક્યા ન હતા

*    વરસાદ વચ્ચે પાણી ભરાઇ જવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તો રસ્તાઓને બંધ કરવાની ફરજ પડી હતી

*    દક્ષિણ બોપલમાં આવેલા ક્લબ સાત રોડ પર નિસર્ગ સોસાયટીમાં દિવાલ ધરાશાયી થતા ચાર લોકો દટાયા હતા. બનાવ અંગે જાણ થયા બાદ ફાયર બ્રિગેડની ટીમ તરત જ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ તમામ ચારને મૃત જાહેર કરાયા હતા

*    શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવ બન્યા હતા

*    શાહીબાગ , ઉસ્માનપુરા, અખબારનગર, અને પરિમલ ગાર્ડન અંડરબ્રિજને બંધ કરવામાં આવ્યા હતા. પાણી ભરાઇ જવાના કારણે અંડરપાસ બંધ કરવામા ંઆવ્યા હતા

*    શહેરના મોટા ભાગના વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા

*    ખાસ કરીને પૂર્વના વિસ્તારોમાં વધુ પાણી ભરાયેલા હોવાની ફરિયાદો સામે આવી હતી. તો, બાપુનગર ઇન્ડિયા કોલોની ખાતે તો વરસાદી પાણીમાં કેમીકલયુકત પાણી માર્ગો પર જોવા મળતાં સ્થાનિક નાગરિકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળતો હતા

*    અમદાવાદ શહેરમાં મોડી રાત્રે વરસાદની શરૂઆત થયા બાદ સવાર સુધીમાં પાંચથી વધુ વરસાદ ખાબકી ગયો

*    સરખેજ વિસ્તારમાં ૯ ઇંચ સુધીનો વરસાદ થતા ઘુટણ સુધીના પાણી ભરાયા

*    અમદાવાદ શહેરના હાટકેશ્વરમાં બેટની સ્થિતિ જોવા મળી

*    દાણીલીમડાના વિસ્તારોમાં પણ ચારે બાજુ પાણી ભરાયા

*    અમદાવાદ શહેરમાં સિઝનનો હજુ સુધી ૧૯ ઇંચ સુધીનો વરસાદ

(9:00 pm IST)