Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

ખેડાના કાલસર ગમે જુગારધામ પર દરોડા: ૨૪ જુગારીઓને ઝડપી પાડ્યાં

ખેડા:  જિલ્લાના પરસાંતજ, ઠાસરા, પાલૈયા તેમજ કાલસર ગામમાં ચાલતાં જુગારધામ પર પોલીસે દરોડા પાડી કુલ રૂ.૧૫,૬૯૦ ના મુદ્દામાલ સાથે ૨૪ જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં. પકડાયેલા જુગારીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ખેડા તાલુકાના પરસાંતજ ગામમાં ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલતો હોવાની બાતમીને આધારે ખેડા ટાઉન પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી હતી પણ પોલીસે જગ્યાને ચારેય તરફથી કોર્ડન કરી પત્તાપાનાનો જુગાર રમતાં ૧૧ જુગારીઓને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. જેમાં હિંમતભાઈ ઝાલા, ભરતભાઈ ગોહેલ, રણજીતભાઈ ગોહેલ, ગોપાલભાઈ ગોહેલ, શીવાભાઈ ગોહેલ, ભરતભાઈ રાવળ, ગણપતભાઈ ગોહેલ, જયપાલસિંહ ડોડીયા, અનિલકુમાર સિસોદીયા, અશોકકુમાર શર્મા અને વિમલકુમાર પટેલનો સમાવેશ થાય છે. જુગારીઓ પાસે અંગજડતીમાંથી રૂ.૬૫૭૦ તેમજ દાવ પરથી રૂ.૧૧૦ મળી કુલ રૂ.૬૬૮૦ ની મત્તા મળી આવી હતી. ગળતેશ્વર તાલુકાના પાલૈયા ગામમાં આવેલ જૂની પંચાયત કચેરીની બાજુની ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર સેવાલિયા પોલીસે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી હતી. જો કે પોલીસે ચાર જુગારીઓને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. જેમાં ઈમરાનમીયાં મલેક, મહંમદખાન પઠાણ, શાહનવાઝ મલેક અને ઈરફાનહુસેન મલેકનો સમાવેશ થાય છે. પકડાયેલા જુગારીઓ પાસે અંગજડતીમાંથી રૂ.૩૨૫૦ તેમજ દાવ પરથી રૂ.૩૩૦ મળી કુલ રૂ.૩૫૮૦ ની રોકડ મળી આવી હતી. ઠાસરામાં આવેલ બહાર ફળીયામાં ટેકરા ઉપર ચાલતાં જુગારધામ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતાં વિજયભાઈ પરમાર, શ્યામભાઈ પરમાર, ભલાભાઈ પરમાર, શૈલેષભાઈ પરમાર અને ભગુભાઈ પરમારને ઝડપી પાડ્યાં હતાં. જુગારીઓ પાસે અંગજડતીમાંથી રૂ.૧૦૭૦, દાવ પરથી રૂ.૪૫૦ તેમજ ત્રણ નંગ મોબાઈલ ફોન કિંમત રૂ.૧૫૦૦ મળી કુલ રૂ.૩૦૨૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. વધુ એક બનાવમાં ઠાસરા તાલુકાના કાલસરમાં જુગારની બાતમીના આધારે ડાકોર પોલીસે દરોડો પાડી પત્તાપાનાનો જુગાર રમતાં અશોકભાઈ વાઘરી, મહેબુબખાન પઠાણ, ઈરફાનભાઈ કુરેશી અને કાળાભાઈ વાઘરીને ઝડપી પાડ્યાં હતાં. જુગારીઓ પાસે અંગજડતી તેમજ દાવ પરથી મળી આવેલ કુલ રૂ.૨૪૧૦ ની રોકડ કબજે લઈ પોલીસે ચારેય જુગારીઓ વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

(5:54 pm IST)