Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

નડિયાદમાં ત્રણ દુકાનનોમાં તસ્કરો ત્રાટક્યા

નડિયાદ:  પારસ સર્કલ પાસે આવેલ સિટિ પોઈન્ટ કોમ્પલેક્ષમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ ત્રણ દુકાનને નિશાન બનાવી હતી. અને ચોરીનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ અંગેની જાણ પોલીસને થતાં તે ઘટનાસ્થળે પહોંચી હતી. આ લખાય છે ત્યારે કોઈ જાતની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ નથી. મળતી માહિતી મુજબ નડિયાદ પારસ સર્કલ પાસે આવેલ સિટિ પોઈન્ટ કોમ્પ્લેક્ષમાં નીચેના માળે બે દુકાનો તેમજ ઉપરના માળે એક દુકાન મળી કુલ ત્રણ દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. અને ચોરીનો પ્રયાસ હાથ ધર્યો હતો. આજે સવારે રાબેતા મુજબ દુકાન માલિકો દુકાન ખોલવા આવ્યાં ત્યારે દુકાનના તાળા તૂટેલા નજરે પડ્યાં હતાં. જેથી દુકાનના માલિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી હતી. આ ત્રણેય દુકાનોમાંથી ખાસ કંઈ મોટી રકમ ચોરી થઈ ન હતી. આ લખાય છે ત્યારે પોલીમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી. વરસાદને લઈ કોમ્પ્લેક્ષમાં આશ્રય લેનાર લોકોએ જ આ કારસ્તાન કર્યુ હોવાની શક્યતા સેવાઈ રહી છે

(5:50 pm IST)