Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

તારાપુર નજીક બંધ દુકાનના તાળા તૂટ્યા

તારાપુર: ખંભાત રોડ ઉપર આવેલી એક પ્રોવિઝન સ્ટોરમાં ગતરાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરોએ દુકાનનું તાળુ તોડીને અંદર પ્રવેશ કરી દોઢ લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર ફરિયાદી ભવાનીશંકર ખજુમલ હિરાણીની તારાપુર-ખંભાત રોડ ઉપર મનીત પ્રોવિઝન એન્ડ કિરાણા સ્ટોરના નામથી દુકાન આવેલી છે. જેમાં અનાજ-કરિયાણાનો હોલસેલ ધંધો કરે છે. ગુરૂવારના રોજ નીત્યક્રમ મુજબ તેઓ દુકાનને બંધ કરીને પોતાના ઘરે ગયા હતા. દરમ્યાન કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને દુકાનનું તાળુ તોડીને અંદર પ્રવેશ કરી તેલના ડબ્બા, તુવેર દાળના કટ્ટા, રોકડ સહિત કુલ ૧.૫૦ લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સવારે જ્યારે ભવાનીશંકર દુકાને આવ્યા ત્યારે તેમને ચોરીની જાણ થઈ હતી જેથી તેમણે તુરંત જ તારાપુર પોલીસને જાણ કરતાં પોલીસ આવી ચઢી હતી અને તપાસ હાથ ધરી છે.

(5:49 pm IST)