Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

આનંદમાં લૂંટેરી દુલ્હનનો કેસ નોંધાયો..

આણંદ: તાલુકાના વેરાખાડી ખાતે ભાવનગરના એક લગ્નવાંચ્છુક પાસેથી રોકડ, સોનાના દરદાગીના પડાવીને યુવતી સાથે લગ્ન કરાવ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસના નામે દમદાટી મારીને દશ લાખની માંગણી કરી ૩૫ હજાર બળજબરીપુર્વક કઢાવી લેનાર આણંદના કહેવાતા પત્રકાર અજય પરમારની લૂંટેરી દુલ્હન ગેંગ વિરૂદ્ઘ ખંભોળજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર બનાવના આઠેક મહિના પહેલા ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામે રહેતા અને ખેતીકામ કરીને જીવન ગુજરાન ચલાવતા ૩૦ વર્ષીય અરવિંદભાઈ નાનજીભાઈ ગોહિલના મિત્ર વિઠ્ઠલભાઈ મકવાણા કોળી પટેલ (રે. રંડોળા)ને લગ્ન કરવાની વાત કરતાં જ તેણે આણંદ ખાતે રહેતા રાજુભાઈ કે જેને તે વીસ વર્ષથી ઓળખુ છુ તેની છોકરી સોનલ છે તેના લગ્ન કરવાના છે તેમ જણાવ્યું હતુ. જો તમારી ઈચ્છા હોય તો વાત આગળ ચલાવીએ તેમ કહેતા જ અરવિંદભાઈએ હા પાડી હતી. વિઠ્ઠલભાઈએ પોતાને કામ છે તેમ જણાવીને તેમના ઓળખીતા શૈલેષભાઈ કરશનભાઈ દશનામી (સાધુ, રે. પાલિતાણા)ની સાથે અરવિંદભાઈને આણંદ મોકલી આપ્યા હતા.

(5:47 pm IST)