Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

અડાજણના જમીન દલાલ પર હુમલો કરનાર આરોપીની ધરપકડ

સુરત: ક્રિકેટના સટ્ટાના પૈસાની લેવડ-દેવડમાં મિત્રને તમાચો મારનારને ઠપકો આપનાર અડાજણના જમીન દલાલ પર હુમલો કરનાર માથાભારે સાહિલ સીન્ધીનો વધુ એક સાથીદારને રાંદેર પોલીસે ઝડપી પાડયો છે. વીસેક દિવસ અગાઉ અડાજણ સંઘવી ટાવરમાં ભરબપોરે જમીન દલાલ લાલો ઉર્ફે બિરને હરિશ મોદી પર હુમલો કરનાર સાહિલ સીન્ધી ઉર્ફે દિનેશ મોહન પુરૃષવાણી, શૈલેષ ઉર્ફે શૈયલો જીવરાજ વટલીયા, રાહુલ ઉર્ફે લંબુ શંકરપ્રસાદ રાજપુત અને કુલદીપ ઉર્ફે ટકો અશોક પટેલ સહિત પાંચ જણાએ ચપ્પુ, લોખંડના પાઇપ અને સળિયા વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. ભરૃચ-જબુંસરના રત્નકલાકાર યોગેશ પટેલે ક્રિકેટના સટ્ટાના ૨૦ હજાર જમીન દલાલના મિત્ર મેહુલ પાસેથી લેવાના હતા. પરંતુ મેહુલ બે વર્ષથી પૈસા આપતો નહિ હોવાની જાણ સાહિલને થઇ હતી અને તેણે મેહુલ પાસે ઉઘરાણી શરૃ કરી હતી. જે અંતર્ગત સાહિલે મેહુલને તમાચો મારતા જમીન દલાલ લાલા ઉર્ફે બિરેને સાહિલને ઠપકો આપતા કહ્યું હતું કે માર કેમ મારે છે. જેની અદાવત રાખી સાહિલ સીન્ધીએ તેના સાથીદારો સાથે મળી લાલા ઉર્ફે બિરેન પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં સાહિલ, શૈલેષ, રાહુલ, અને કુલદીપે પખવાડિયા અગાઉ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. જયારે ગત રોજ સાહિલના વધુ એક સાથીદાર વિરમદેવસિંહ ઉર્ફે વિક્કી વિક્રમસિંહ જાડેજા (ઉ.વ. 24 રહે. ફતેપુરગામ, ધંધુકા, અમદાવાદ અને મૂળ લરખડીયા, તા. લખતર, સુરેન્દ્રનગર) એ પણ શરણાગતિ સ્વીકારતા રાંદેર પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા તેને જેલમાં મોકલી આપ્યો હતો. 

(5:45 pm IST)